ભદ્રકાળી માતાની તસવીરને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો, 24 કલાકમાં તમારા વર્ષોથી અટકેલા કામ પાર પડશે !

ગુજરાત રાજ્યના અમદાવાદમાં ભદ્રકાળીનું ખૂબ જ પ્રખ્યાત મંદિર આવેલું છે અને આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.

લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં ભદ્રકાળીના દર્શન કરવા ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામી જતી હોય છે.

માં ભદ્રકાળીને અમદાવાદના નગરદેવી પણ કહેવામાં આવે છે.

મિત્રો વાત કરે ઇતિહાસની તો વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે તેરમી સદીમાં માં ભદ્રકાળીના મંદિરની સ્થાપના કરી હતી. કર્ણદેવે આશાપલ્લી ભીલને યુદ્ધમાં હરાવી સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી.

મુસ્લિમ રાજા અહમદશાહ બાદશાહે ઈસવીસન 1411 માં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે તેણે કિલ્લો બનાવ્યો હતો અને આ કિલ્લાની રક્ષા કરતા નગરદેવી એટલે માં ભદ્રકાળી.

મિત્રો માં ભદ્રકાળી મંદિર સાથે ઘણી બધી લોકવાયકાઓ જોડાયેલી છે જેમાં એક લોકવાયકા માતાજીના હાથ સાથે જોડાયેલ છે.

આ લોકવાયકા પ્રમાણે જ્યારે માં ભદ્રકાળી અમદાવાદ છોડીને જઇ રહ્યા હતા ત્યારે મા ભદ્રકાળીને દરબાને અમદાવાદ છોડીને જતા અટકાવ્યા હતા.

ભદ્ર કિલ્લા ખાતે દરબાને માં ભદ્રકાળીને ખૂબ સમજાવ્યા અને તેની વાતો સાંભળીને માં ભદ્રકાળી થાકી ગયા હતા ત્યારે માં ભદ્રકાળી એ પોતાનો હાથ કિલ્લાના દરવાજા ઉપર મુક્યો અને ત્યાંથી જ માં ભદ્રકાળીના હાથની છાપ આ કિલ્લા ઉપર બની ગઈ છે.

સાતમ આઠમના દિવસે માં ભદ્રકાળીના મંદિરમાં ભક્તોને ખૂબ જ મોટી ભીડ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.