ગૌમાતાને લમ્પી જેવા ઘાતક વાઈરસથી બચાવવા માટે ગુજરાતના આ સાધુએ બતાવ્યો દેશી અકસીર ઉપચાર!! બધા લોકો સુધી શેર કરો

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં હાલ પશુઓની અંદર લમ્પી નામનો વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વાઇરસને કારણે અનેક પશુઓના મોત થયા છે.

મોટાભાગે આ વાયરસ ગાયોમાં જોવા મળી રહ્યો છે જેને કારણે ગાય માતાની હાલત કફોડી બની ગઈ છે.

મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના ઉપલેટાના ગધેથળ ગાયત્રી આશ્રમના મહંત દ્વારા ફેલાઈ રહેલા ઘાતક વાયરસથી બચવા માટેનો એક દેશી અકસીર ઉપાય બતાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં આ લમ્પી નામનો વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અનેક અબોલા જીવોએ જીવ ગુમાવ્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથળ ગામ પાસે ગંગા ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુએ એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે અને આ ઘાતક વાયરસ સામે ગૌમાતાને રક્ષણ કરવા માટે અકસીર દેશી ઈલાજ પણ બતાવ્યો છે જેનાથી ઘણી બધી ગાયોના જીવ બચી ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ વાઇરસને કારણે સૌરાષ્ટ્રમાં ઘણા બધા અબોલ જીવોના મૃત્યુ થઈ ગયા છે. બાપૂએ બતાવેલા આ દેશી ઉપચારથી ઘણી બધી રાત મળી રહી છે. ગૌમાતાનો જીવ બચાવવા માટે પૂજ્ય બાપુએ હળદર અને મરીને મુખ્ય ઔષધી ગણ્યા છે.

તેમણે જણાવ્યું છે કે હળદર, કાળી મરીનો પાવડર, સાકર અથવા મધ અને ઘીને રોટલીમાં રાખીને ગાયોને ખવડાવવાથી આ પ્રકારના વાયરસથી ગૌમાતાનું રક્ષણ કરી શકાય છે.

આ ઉપરાંત ગૌમાતાના શરીર ઉપર ચાંદા પડી ગયા હોય તેના ઉપર ફટકડી અને કપૂરવાળું પાણી દિવસમાં બેથી ત્રણ વખત છાંટવું જોઈએ અને આ ડોજ દિવસમાં બે વખત ગૌમાતાને આપો જેથી કરીને ત્રણ દિવસની અંદર જ ગૌમાતાને આ વાયરસથી બચાવી શકાય છે.

મિત્રો ગાય આપણી માતા છે અને ગૌમાતાને બચાવવી એ આપણા દરેક લોકોની ફરજ છે. બાપૂએ બતાવેલા આ ઉપચાર દ્વારા જામનગરની અંદર ઘણા બધા યુવાનોએ 1200 થી 1300 જેટલી ગાયોને રક્ષણ આપ્યું છે જેથી લાલબાપુ જણાવે છે કે દરેક પશુપાલકો આ ઉપચાર કરે અને ગૌમાતાને બચાવે.

મિત્રો આ માહિતી તમે તમારા આ સોશિયલ મીડિયામાં શેર કરીને બધા લોકો સુધી પહોંચાડી દો જેથી કરીને જો આસપાસમાં ગાય અથવા કોઈ અન્ય પશુ આ પ્રકારના વાઈરસથી પીડાતો હોય તો તેને આ દેશી ઉપાયથી રાહત મળી શકે.

જો તમે ગૌમાતાને માનતા હો તો કોમેન્ટમાં જય ગૌમાતા અવશ્ય લખો અને આ માહિતીને ફેસબુક પર અન્ય મિત્રો સાથે શેર કરો જેથી કરીને મોટા ભાગના લોકો સુધી આ માહિતી પહોંચી જાય. ધન્યવાદ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.