એલપીજી સબસીડી આપી રહી છે સરકાર : ચેક કરો તમારા ખાતામાં પૈસા આવે છે કે નહિ? LPG Subsidy

એલપીજીના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવેથી એલપીજી સબસિડી એટલે કે રાંધણ ગેસની સબસીડી ગ્રાહકોના ખાતામાં આવવા લાગી છે.

LPG સબસિડી પહેલેથી જ મળતી હતી પરંતુ કેટલાક ગ્રાહકોના ખાતામાં સબસીડી જમા થતી ન હતી જેની ફરિયાદ સતત મળતી રહેતી હતી અને હવે સબસિડી મળવાનું શરૂ થતાં ફરિયાદ પણ ઓછી થઈ ગઈ છે.

વધતી જતી મોંઘવારીને કારણે બધા લોકો ખૂબ જ પરેશાન છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઉપરાંત ઘરેલુ ગેસની કિંમતો પણ દિવસેને દિવસે વધતી જાય છે.

હાલમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયા ઉપર પહોંચી ગઇ છે.

મિત્રો જો તમારે ચેક કરવું હોય કે તમારા ખાતામાં સબસીડી આવી છે કે નહીં તો તમે સરળ પ્રક્રિયાથી ચેક કરી શકો છો.

  • સૌથી પહેલા તમારે www.mylpg.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ સૌથી ઉપર જમણી બાજુ સાઇન ઇન અને ન્યુઝ યુઝર ઓપ્શન જોવા મળશે.
  • જો તમે પહેલેથી જ એકાઉન્ટ બનાવેલું હોય તો સાઇન ઇન કરવાનું છે નહિતર તમારે નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  • હવે સ્ક્રીન ઉપર તમને જમણી બાજુ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરના ફોટા જોવા મળશે.
  • અહીં તમારે જે કંપનીનો ગેસ સિલિન્ડર આવતો હોય તેના પર ક્લિક કરવાનું છે.
  • ત્યારબાદ નવી સ્ક્રીન ઓપન થશે જેમાં તમારા ગેસ પ્રોવાઇડરની માહિતી હશે.
  • આ પેજ ઉપર જમણી તરફ “વ્યુ સિલિન્ડરની બુકિંગ હિસ્ટરી” પર ક્લિક કરો.
  • અહીં તમને ક્યાં સિલિન્ડર પર કેટલી સબસીડી આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે તેની માહિતી મળશે.
  • જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવ્યો છે અને તમને સબસીડી ના પૈસા નથી મળ્યા તો તમે ફીડબેકના બટન ઉપર ક્લિક કરીને ફરિયાદ નોંધાવી શકો છો.
  • આ ઉપરાંત તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.