એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો નવા ભાવ

સામાન્ય જનતા એ વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે.

1 ડિસેમ્બર 2021 થી સરકારી તેલ કંપનીઓએ એલપીજી ગેસની સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.

1 ડિસેમ્બરથી ગેસ સિલિન્ડર પર સો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગયા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં સિલિન્ડર પર 266 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો.

મિત્રો આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડર એલપીજીના ભાવમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

1 ડિસેમ્બરથી થયેલા ભાવવધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલીન્ડરની કિંમત 2100 રૂપિયા પાર થઈ ગઈ છે.

14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે.

ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો.

5 ઓક્ટોબરે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો ત્યારબાદ તેના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો.

કલકત્તામાં 14.2 kg બિન સબસીડીવાળા સિલિન્ડરની કિંમત 926 રૂપિયા, મુંબઈમાં 900 રૂપિયા, ચેન્નઈમાં 915 રૂપિયા અને ગુજરાતમાં 905 રૂપિયા છે.

મિત્રો તમે ઘરે એલપીજી ગેસ સિલિન્ડર વાપરી રહ્યા છો તો છેલ્લે તમે એક સિલિન્ડરના કેટલા રૂપિયા આપ્યા હતા તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.