એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ

મિત્રો આપણે જાણીએ છીએ કે દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત માં વધ-ઘટ થતી હોય છે.

ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઇન્ડિયન ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં બિન સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો એટલે કે ઘરેલું ગેસની કિંમત દિલ્હીમાં 899.5 રૂપિયા છે જે યથાવત રહેશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે.

19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે બાદ નવી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1907 રૂપિયા થઈ ગઈ છે.

આપણે જાણીએ છીએ કે ગયા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 102.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ 14 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

મિત્રો મોટેભાગે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાતી હોય છે પરંતુ જો જરૂરી હોય તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના મધ્યમાં પણ ભાવમાં વધઘટ કરી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.