લોકોને મળશે સસ્તો ગેસ સિલિન્ડર : 597 રૂપિયામાં મળશે એલપીજી સિલિન્ડર, જાણો કેવી રીતે?

મિત્રો અત્યારે મોંઘવારીમાં દરેક લોકો પૈસા બચાવવા માંગે છે.

દરેક વસ્તુના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે એલપીજી સિલિન્ડરની કિંમત પણ દર મહિને વધતી જાય છે.

હાલમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 900 રૂપિયા ઉપર ચાલી રહી છે.

મિત્રો પેટ્રોલિયમ કંપનીઓએ ગેસના ભાવમાં વધારો કર્યો છે, ગેસ સસ્તો હોવા છતાં પણ સિલિન્ડર 900 રૂપિયા અથવા તેનાથી વધુમાં મળે છે.

આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં એલપીજી સિલિન્ડર ઉપર સબસીડી મળતી હતી પરંતુ કોરોના આવ્યા બાદ સરકારે સબસીડી આપવાનું બંધ કરી દીધું છે જેથી હવે ગેસ સિલિન્ડર મોંઘો થઇ ગયો છે.

પરંતુ હવે ટૂંક સમયમાં એલપીજી સિલિન્ડર ખૂબ જ ઓછી કિંમતે મળશે, તેનું મુખ્ય કારણ એવું છે કે સરકારે ફરીથી એલપીજી સિલિન્ડર પર સબસીડી શરૂ કરવાનું વિચારી રહી છે.

આ અંગેનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઝારખંડ, મધ્યપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં એલપીજી સિલિન્ડર ઉપર સબસિડી આપવામાં આવી રહી છે તો દેશના અન્ય રાજ્યોમાં પણ તેની શરૂઆત કરવાની જરૂર છે.

મિત્રો સરકાર પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને 303 રૂપિયા સબસિડી આપશે એટલે કે એલપીજીની કિંમતમાં 303 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

એટલે કે જે ગેસ સિલિન્ડર હાલમાં 900 રૂપિયાની ઉપર મળે છે એમાં 303 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે એટલે કે 303 રૂપિયાની સબસિડી આપવામાં આવે તો ગેસ સિલિન્ડરની કિંમત માત્ર 597 રૂપિયા થઈ જાય છે.

જો તમારે સબસીડી તમારા ખાતામાં મેળવવી હોય તો તમારું એલપીજી કનેક્શન આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જરૂરી છે.

એટલા માટે જો તમે હજી પણ તમારા એલપીજીને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યો તો ઝડપથી કરી લેજો જેથી કરીને જ્યારે પણ સરકાર દ્વારા સબસિડીનો લાભ આપવાનું શરૂ કરવામાં આવે તો તમને તેનો લાભ મળી શકે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.