એલપીજી સિલિન્ડરને લઈને મોદી સરકાર આપશે મોટી રાહત

કેન્દ્ર સરકાર એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મોટી જાહેરાત ટૂંક સમયમાં કરવા જઈ રહી છે.

મોદી સરકાર મહિલાઓને રાહત આપવા માટે આ પ્રકારનો નિર્ણય લેવાની છે જેમાં એલપીજી સિલિન્ડરનું વજન ઓછું કરવા બાબતની યોજના બનાવવામાં આવી રહી છે.

ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરનું વજન 14.2 કિલોગ્રામ હોવાના કારણે ખૂબ જ ભારે થઇ જાય છે જેને કારણે મહિલાઓને તેને ઉપાડવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે.

આ વાતનું ધ્યાન રાખતાં સરકાર ગેસ સિલિન્ડરનું વજન ઓછું કરવા ઉપરાંત અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ જાણકારી આપી છે કે થોડા સમય પહેલાં પણ સંસદમાં વજનને લઈને ઉલ્લેખ થયો હતો.

ત્યારે તેમણે જણાવ્યું કે અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓને સિલિન્ડરનું ભારે વજન ઉપાડવું પડે તે માટે અમે સિલિન્ડરના વજનને ઓછું કરવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું કે અમે એક રસ્તો કાઢીશું 14.2 કિલોગ્રામના સિલિન્ડરના વજનને ઓછું કરીને પાંચ કિલો બનાવવાનું અથવા અન્ય કોઈ રસ્તો કાઢીશું કે જેથી સિલિન્ડરનું વજન ઓછું કરી શકાય.

મિત્રો આવી રીતના ટૂંક સમયમાં ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર કે જે 14.2 kg આવે છે તેનો વજન ઘટાડવામાં આવશે કે જેથી મહિલાઓને તેને ઉપાડવામાં પરેશાની ના ભોગવવી પડે.

તમારું શું મંતવ્ય છે કે સિલિન્ડર નો વજન કેટલો રાખવો જોઈએ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.