એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, જાણો કોને કોને મળશે સબસીડી

મિત્રો દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે ત્યારે રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડી લઇને મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે મોટાભાગના ગેસ સિલિન્ડર ધારકોને સબસીડી મળતી નથી અને હાલમાં રાધણ ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાનો આંકડો પાર કરી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે.

નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ કમર્શિયલ ગેસની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત માં આ મહિને હજુ વધારો થયો નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સરકાર બે પ્રકારનાં નિર્ણયો લઇ શકે છે જેમાં…

1. સરકાર વગર સબસીડી સિલિન્ડર સપ્લાય કરશે અને

2. અમુક પસંદગીના ગ્રાહકોને સબસિડીનો લાભ આપવામાં આવશે.

હજુ સુધીમાં સરકાર તરફથી સબસીડી આપવા વિશે કોઈ સ્પષ્ટતા જોવા નથી મળી રહી પરંતુ મળેલી જાણકારી અનુસાર 10 લાખ રૂપિયા ઇન્કમના નિયમો લાગુ રાખવામાં આવશે.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ જે લાભાર્થીઓ છે તેને સબસિડીનો લાભ મળશે અને બાકી રહેલા ગ્રાહકોને સબસિડીનો લાભ નહીં મળે એટલા માટે તેઓની સબસીડી ખતમ થઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી અમુક જગ્યાઓ પર એલપીજી સિલિન્ડર ઉપર સબસિડી બંધ થઈ ગઈ છે જે મે 2020 થી આ નિયમ ચાલતો આવ્યો છે પરંતુ સરકાર દ્વારા ગેસ સિલેન્ડર ઉપર સંપૂર્ણ સબસીડી હજુ સુધીમાં બંધ કરી નથી.

તો મિત્રો તમારું શું મંતવ્ય છે કે ગેસ સિલિન્ડર ઉપર સબસિડી મળવી જોઇએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.