મોંઘવારીનો માર : એલપીજી સિલિન્ડરમાં 268 રૂપિયાનો વધારો

મિત્રો દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં વધઘટ થતી હોય છે. 1 નવેમ્બરથી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસની કિંમતમાં વધારો કર્યો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે.

આમ જનતાને દિવાળી ઉપર મોંઘવારીના આ મોટો ઝટકો લાગ્યો છે. દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસના ભાવ વધતા જાય છે.

ઓઈલ કંપની દ્વારા સામાન્ય માણસના ઉપયોગ માટે લેવાતા 14.2 કિલોગ્રામના સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં નથી આવ્યો.

સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 899 50 રૂપિયા છે, કલકત્તામાં 926 રૂપિયા, મુંબઈમાં 899 50 રૂપિયા અને ચેન્નઈમાં 915 50 રૂપિયા છે.

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધઘટ થતી હોય છે. હાલમાં ક્રૂડના ભાવ જે પ્રકારે આસમાને પહોંચવા લાગ્યા છે જેની સાથે પેટ્રોલ-ડીઝલની કિંમત તોતિંગ વધારો થયો છે આને જોતા એવું લાગી રહ્યું છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ભવિષ્યમાં હજુ પણ વધારો આવશે.

ચેતવણી: ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.