એલપીજી ગેસ સિલિન્ડરને લઈને આવ્યા મોટા સમાચાર : બુકિંગ કરવા પર મળશે 2700 રૂપિયા

રસોઈ ગેસમાં વધતી જતી મોંઘવારી વચ્ચે લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે જે લોકો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવે છે તો તેને મોટો ફાયદો થશે.

અત્યારે એક ખાસ ઓફર ચાલી રહી છે જો તમે એલપીજી સિલિન્ડર બુકિંગ કરશો તો તમને 2700 રૂપિયાનો ફાયદો મળી શકે છે. આ ઉપરાંત અન્ય ઓફરોના ફાયદા પણ મળશે.

આ ઓફરનો ફાયદો મેળવવા માટે માત્ર તમારે ગેસનું બુકિંગ પેટીએમ એપ્લિકેશન દ્વારા કરવાનું રહેશે.

આ ઓફર હેઠળ જો તમે ગેસ સિલિન્ડર બુકિંગ પેટીએમ દ્વારા કરો છો તો તમને 2700 રૂપિયાનો સીધો જ ફાયદો થવાનો છે.

પેટીએમ દ્વારા “3 પે 2700 કેશબેક” ઓફર નામની સ્કીમ શરૂ કરી છે. નવા ઉપયોગકર્તા આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે.

આ સ્કીમમાં તમને સળંગ ત્રણ મહિનાની પહેલી બુકિંગ 900 રૂપિયા સુધીનું સુનિશ્ચિત કેશબેક મળશે.

આ ઓફરના નિયમો અને શરતો પણ છે. આ ઓફરનો ફાયદો જે લોકો પહેલી વાર એલપીજી સિલિન્ડર બુક કરે છે તેવા ગ્રાહકોને જ મળશે.

દર મહિને ત્રણ ગેસ સિલિન્ડર બુક કરનાર પહેલી બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકશે.

આ કેશબેક ત્રણ મહિના સુધી મળશે અને આ કેશબેક 10 રુપીયા થી લઈને 900 રૂપિયા સુધીનું હોઈ શકે છે.

આ ઉપરાંત Paytm ના જુના ગ્રાહકો પણ દરેક બુકિંગ ઉપર સુનિશ્ચિત પુરસ્કારો અને 5000 રૂપિયા સુધીના કેશબેક પોઇન્ટ મેળવી શકે છે.

આ પોઈન્ટ્સ તમે Best deals અને ટોચની બ્રાન્ડના Gift voucher માટે Redeem કરી શકો છો.

આ ઉપરાંત જે લોકો ગેસ સિલિન્ડર બુકિંગ કરશે તેને તેની ડિલિવરીનું ટ્રેકિંગ પણ કરવા મળશે અને મોબાઈલ ઉપર સિલેન્ડર બુકિંગનું ભુગતાન કરવા માટેનું રિમાઇન્ડર પણ આવશે.

ત્રણ મોટી એલપીજી કંપનીઓ ઇન્ડેન, એચપી ગેસ અને ભારત ગેસના સિલિન્ડરના બુકિંગ પર આ ઓફર લાગુ છે.

આ રીતે મળી શકશે કેશબેક:

  • સૌપ્રથમ Paytm એપ્લિકેશન ડાઉનલોડ કરો
  • ત્યારબાદ તેમાં સિલિન્ડર બુકિંગ પર જાવ, પછી તેમાં તમારી ગેસ એજન્સી પસંદ કરો જેમાં તમને ત્રણ વિકલ્પો જોવા મળશે: ભારત ગેસ, ઇન્ડિયન ગેસ અને એચપી ગેસ.
  • પછી તમારો રજીસ્ટર નંબર અથવા એલપીજી આઇડી અથવા ગ્રાહક નંબર નાખો.
  • આ માહિતી ભર્યા પછી તમે proceed ના બટનને દબાવીને પેમેન્ટ કરી શકો છો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.