લો પ્રેશર સિસ્ટમ સક્રિય : આ દિવસે માવઠાની આગાહી, થઈ જાવ સાવધાન

મિત્રો અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આ લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે.

આ લો પ્રેશરને કારણે આગામી 7 નવેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે.

આ સિસ્ટમને કારણે વાદળછાયુ વાતાવરણ સર્જાવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા આ લો પ્રેસરને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

આ ઉપરાંત અરબી સમુદ્રમાં જે દબાણ સર્જાયુ છે તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે.

બંગાળના ઉપસાગરમાં પણ વધુ એક આવી સિસ્ટમ આકાર લઇ રહી છે જેના કારણે દેશના પૂર્વ ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.

આપણે જાણીએ છીએ કે ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને ત્યાર બાદ હવે ફરીથી હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.