દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશના રૂપિયાની નોટ ઉપર છે ગણેશ ભગવાનનો ફોટો, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?

વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ એટલે ઈન્ડોનેશિયા એ જ્યાં સૌથી વધુ મુસ્લિમ આબાદી છે અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું લોકતંત્ર પણ છે.

ઈન્ડોનેશિયા એ મલેશિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે હજારો દ્વીપ પર ફેલાયેલો દેશ છે કે જ્યાં મુસલમાનોની સંખ્યા સૌથી વધારે છે.

આ દેશમાં હિંદુ ધર્મનો પ્રભાવ જોવા મળી રહ્યો છે કેમ કે ત્યાંની નોટો પર ભગવાન ગણેશનો ફોટો છે.

ઇન્ડોનેશિયામાં ભગવાન ગણેશને કલા અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે ત્યાંની કરન્સી ઉપર ભગવાન ગણેશનો ફોટો અંકિત કરવામાં આવે છે.

થોડા વર્ષો પહેલા ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા બગડી હતી ત્યારે ત્યાંના અર્થશાસ્ત્રીઓએ લાંબો વિચાર અને વિમર્શ કર્યા પછી 20000 ની નોટ બહાર પાડી અને તેના ઉપર ભગવાન ગણેશનો ફોટો અંકિત કર્યો.

આ ઉપરાંત અહીંના લોકો રામાયણ અને મહાભારતને પણ મહત્વ આપે છે. ઇન્ડોનેશિયાનો દરેક વ્યક્તિ રામાયણ અને મહાભારતની દરેક વાતો જાણે છે આ ઉપરાંત ત્યાં અર્જુન અને કૃષ્ણની મૂર્તિઓ પણ છે.

ઇન્ડોનેશિયામાં તમને ઘણી બધી જગ્યાઓએ ભગવાન વિષ્ણુ અને શિવ મંદિરો પણ જોવા મળશે.

ઇન્ડોનેશિયામાં કુલ છ ધર્મ મનાવાય છે જેમાં હિંદુ ધર્મને 1962માં જગ્યા મળી. હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર સંસ્થા પરિષદ હિંદુ ધર્મ ઇન્ડોનેશિયાના અસ્તિત્વમાં છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.