દ્વારકામાં થયો ચમત્કાર : આકાશમાં દેખાયા ભગવાન દ્વારકાધીશ

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારતમાં રોજબરોજ ઘણા બધા ચમત્કાર થતાં હોય છે એમાં ખાસ કરીને એક ચમત્કાર ગુજરાતના દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિર પાસ જોવા મળ્યો હતો.

મિત્રો થોડા સમય પહેલાં જ આપણે જાણીએ છીએ કે દ્વારકાના મંદિર ઉપર વીજળી પડી હતી જેના કારણે મંદિરની ધજા ફાટી ગઈ હતી અને ધ્વજ  દંડની પાટલીના બે કટકા થઈ ગયા હતા પરંતુ મોટું નુકસાન મંદિરને થયું ન હતું કેમ કે ભગવાન દ્વારકાધીશે વીજળીને પોતાનામાં સમાવી લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થયો હતો અને આપ સૌ મિત્રોએ આ વીડિયો જોયો પણ હશે.

મિત્રો ત્યારે ફરીથી દ્વારકામાં એક ચમત્કાર થયો છે જેમાં આકાશમાં ભગવાન દ્વારકાધીશ સાક્ષાત વાદળના સ્વરૂપમાં દેખાણા છે એટલે કે ભગવાન દ્વારકાધીશ નું સ્વરૂપ વાદળના રૂપમાં આકાશમાં રચાયું છે.

મિત્રો તમે ફોટામાં જોઈ શકો છો કે કયા પ્રકારનું વાદળની અંદર ભગવાન દ્વારકાધીશ નું સ્વરૂપ જોવા મળી રહ્યું છે જેને લોકો ભગવાન દ્વારકાધીશનો સાક્ષાત ચમત્કાર જ ગણી રહ્યા છે.

વાદળમાં ભગવાન દ્વારકાધીશ દેખાતા જ આસપાસના ગામોમાં અને લોકોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં કુતુહલ જોવા મળ્યું હતું અને લોકોએ પોતાના મોબાઈલની અંદર આ તસવીર ખેંચી લીધી હતી જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ત્યાના સ્થાનિક લોકો દ્વારકાધીશ ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.

મિત્રો તમે પણ વાદળના રૂપમાં જે દ્વારકાધીશ દેખાય છે તેના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરો અને તમારા સગા સંબંધીઓ પણ દર્શન કરી શકે એ માટે આ પોસ્ટને તમારા ગ્રુપમાં શેર કરો. જય દ્વારકાધીશ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.