580 વર્ષ બાદ આ દિવસે દેખાશે સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ, આ વાતનું રાખજો ધ્યાન

અવકાશમાં કુદરતી ઘટનાઓ હમેશા ઘટતી રહેતી હોય છે જેમા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ મુખ્ય ઘટનાઓ છે.

આ વર્ષે અત્યાર સુધીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જેને લઇને ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષશાસ્ત્રીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ ચંદ્રગ્રહણ વર્ષ 2021 નું છેલ્લું તેમજ આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે.

આ ચંદ્રગ્રહણને આ સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ માનવામાં આવે છે તેથી જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે.

શાસ્ત્રોની દૃષ્ટિએ ગ્રહણના દિવસે કોઇપણ શુભ કાર્ય કરવામાં નથી આવતું.

વૈજ્ઞાનિક રીતે ચંદ્રગ્રહણ ત્યારે જ થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે જેથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્રનો એ ભાગ દેખાતો બંધ થઈ જાય છે જેને આપણે ચંદ્ર ગ્રહણ કહીએ છીએ.

આ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે આકાશમાં દેખાશે. ખગોળશાસ્ત્રીઓના મત પ્રમાણે 19 તારીખે થનારું ચંદ્રગ્રહણ 580 વર્ષ પછીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ છે.

આ ચંદ્રગ્રહણ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થવાનું છે જેથી આ ચંદ્રગ્રહણનું મહત્વ પણ ખૂબ જ વધારે છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં ખૂબ જ ઓછા સમય માટે દેખાવાનું છે.

ભારતના અરુણાચલ પ્રદેશઅને આસામના  કેટલાક વિસ્તારોમાં સૂર્યાસ્ત સમયે આ ગ્રહણ જોઈ શકાશે.

ચંદ્રગ્રહણ 19 તારીખે બપોરે 12:48 કલાકે ચાલુ થશે અને આ ગ્રહણ 04:07 કલાકે પૂર્ણ થઇ જશે એટલે કે આ ચંદ્રગ્રહણનો સમયગાળો 3 કલાક અને 19 મિનિટનો રહેશે.

580 વર્ષ બાદ સદીનું સૌથી લાંબું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે જે દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક આફ્રિકા અને પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળશે.

આ પ્રકારનું લાંબું ચંદ્ર ગ્રહણ છેલ્લે 1840માં 18 ફેબ્રુઆરીના રોજ થયું હતું અને ભવિષ્યમાં આટલું લાંબું ચંદ્ર ગ્રહણ 2669 માં જોવા મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.