કોરોનાનો કેસ નોંધાતા દેશમાં લાગ્યું ફરીથી કડક લોકડાઉન, થઈ જાવ સાવધાન

આપણે જાણીએ છીએ કે છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. આ મહામારીને કારણે સેંકડો લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે ત્યારે ફરી એક વખત માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉનના દેશમાં ફરીથી કોરોનાવાયરસે દસ્તક દીધી છે.

આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાતા જ કિમ જોંગ દ્વારા કડકમાં કડક પગલાં લઈને રાષ્ટ્રવ્યાપી Lockdown જાહેર કરી દેવામાં આવ્યું છે.

કિમે આ ઘટનાને નેશનલ ઇમર્જન્સી ગણાવી છે. આ ઉપરાંત કોરોનાના ચેપને ફેલાતો રોકવા માટે ઉત્તર કોરિયાના તાનાશાહે અધિકારીઓને કોરોનાની ગાઈડલાઈન મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ આપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે કોરોના નવા કેસ ખતરનાક ઓમીક્રોનના વેરિએન્ટ હોવાનું જણાવવામાં આવ્યું છે.

કોરિયાની રાજધાનીમાં કેટલાક લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું જેને લઇને આ દર્દીને હાલમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે અને દેશમાં અનિશ્ચિત સમય માટે Lockdown લાગુ કરવામાં આવ્યું છે.

આપણે જાણીએ છીએ કે જ્યારે મહામારીની શરૂઆતમાં વિશ્વના તમામ દેશો કોરોના સામે લડી રહ્યા હતા ત્યારે ઉત્તર કોરિયાએ પોતાને ત્યાં કેસ શૂન્ય હોવાનો ચોંકાવનારો દાવો કર્યો હતો.

ઉત્તર કોરિયાએ કોરોનાના ફેલાવાને રોકવા માટે કડક નિયમો બનાવી દીધા હતા ત્યારબાદ ત્યાંથી ખાદ્ય પદાર્થોની અછતના સમાચાર સામે આવ્યા હતા.

આ ઉપરાંત જાન્યુઆરી 2020 માં ઉત્તર કોરિયાએ લગભગ બે વર્ષ માટે ચીન સાથેની તમામ સરહદો બંધ કરી દીધી હતી.

જોકે ઉત્તર કોરિયાના આ દાવા ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણકે નિષ્ણાંતોનું કહેવું છે કે કડક સેન્સરશીપના કારણે ઉત્તર કોરિયા પાસેથી સચોટ માહિતી મેળવી અશક્ય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.