રાજ્યમાં ફરી એકવાર લાદવામાં આવ્યું લોકડાઉન : આ તારીખ સુધી શાળા-કોલેજો રહેશે બંધ !

મિત્રો છેલ્લા ઘણા સમયથી ભારત દેશમાં અને સમગ્ર વિશ્વમાં મહામારી ચાલી રહી છે અને ઘણા મહિનાઓ સુધી ભારતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

ત્યારે ફરી એક વખત વધતા પ્રદુષણને કારણે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.

હાલમાં હરિયાણા સરકારે ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજજરમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને 17 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

દિલ્હી સરકારે એક અઠવાડિયા માટે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે જે બાદ હરિયાણા સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધતા જતા પ્રદુષણને કારણે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ખખડાવી હતી. એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) પર ચિંતા વ્યક્ત કરતા દિલ્હી સરકારે 15 નવેમ્બરથી તમામ શૈક્ષણિક સંસ્થાઓને એક સપ્તાહ માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત આ દિવસોમાં હરિયાણા સરકારે બાંધકામના કામોને પણ બંધ કરાવ્યા છે અને સરકારી અને ખાનગી કર્મચારીઓને ઘર બેઠા કામ કરવાની સલાહ આપવામાં આવી છે.

બાળકોને હવા પ્રદૂષણની ખરાબ અસરથી બચાવવા માટે દિલ્હી સરકારે 15 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત દિલ્હીમાં પણ સરકારી વિભાગોમાં એક અઠવાડિયા સુધી ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે અને ખાનગી ઓફિસોમાં પણ ઘર બેઠા કામ થઈ શકે તો કરવા જણાવ્યું છે.

દિલ્હી સરકારે જણાવ્યું કે દિલ્હીમાં પણ બાંધકામની સાઇટોને 17 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવશે.

પ્રદૂષણના સ્તરને જોતા Lockdown લગાવવા ઉપર વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું જેના પર કેજરીવાલે કહ્યું કે સંપૂર્ણ Lockdown પર પ્રસ્તાવ બનાવી રહ્યા છીએ અને અમારા પ્રસ્તાવને અમે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરીશું.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જ જવાબદાર ગણી ન શકાય. 70% પ્રદૂષણનું મુખ્ય કારણ ધૂળ, ફટાકડા અને વાહનો વગેરે છે જે નિયંત્રિત કરવું ખૂબ જરૂરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.