ચોથી લહેર આવી : લાગ્યું અત્યાર સુધીનું સૌથી મોટું લોકડાઉન : બે કરોડ લોકો થયા કેદ

મિત્રો કોરોનાવાયરસ ઉત્પન્ન કર્યાનો જે દેશ ઉપર આરોપ લાગ્યો છે તેવા ચીનમાં ફરીથી કોરોનાની નવી લહેર શરૂ થતાં જ દુનિયામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ચીનના સૌથી મોટા શહેર શાંઘાઇમાં કોરોનાના કેસ વધતા તાબડતોબ સૌથી મોટું Lockdown જાહેર કરી દેવામાં આવ્યું છે જેને કારણે બે કરોડ જેટલા લોકો ઘરોમાં કેદ થયા છે.

અહીંયા લોકોને ફરજીયાત પણે ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, મોર્નિંગ વૉક કરવાની પણ મંજૂરી આપવામાં નથી આવી.

શાંઘાઇમાં લોકોને માત્ર કોરોનાનો ટેસ્ટ કરવો હોય તો જ બહાર જવાની પરમીશન આપવામાં આવી છે.

આ સિવાયના બીજા કોઈ પણ કામ માટે તેમને બહાર જવાની મંજુરી આપવામાં નથી.

આ ઉપરાંત જે લોકો એપારમેન્ટ કે ફ્લેટમાં રહે છે તો તેવા લોકોએ પણ સોસાયટીની ખુલ્લી જગ્યામાં જવાની પરમિશન નથી.

માત્ર ઘરમાં જ રહેવાનો સ્પષ્ટ અને કડક આદેશ આપવામાં આવ્યો છે.

ચીનમાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે જેને લઈને કડક Lockdown સહિતના પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે.

ચીનની કડક Lockdown નીતિને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા અને નાણાકીય બજારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

આપણે જાણીએ છીએ કે હાલમાં રશીયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને વિશ્વમાં મોંઘવારી પણ આસમાને છે ત્યારે ચીનના શાંઘાઈમાં આ પ્રકારના કડક Lockdown ને કારણે અર્થતંત્ર વેરવિખેર થઈ ગયું છે.

ચીન દ્વારા શાંઘાઈમાં વ્યાપક પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે જેને લઇને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.