ગુજરાતમાં ફરી લાગુ થશે લોકડાઉન? કલમ 144 લાગુ : થઇ જાવ સાવધાન

મિત્રો સમગ્ર રાજ્યમાં 15 વર્ષથી લઈને 18 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઈવનો શુભારંભ થઇ ગયો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલ દ્વારા આ મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે ગુજરાતમાં લોકડાઉન અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

ગુજરાતમાં Lockdown ને લઈને આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં હાલ Lockdown અંગેની કોઇ વિચારણા કરવામાં આવી નથી.

ગુજરાત સંપૂર્ણપણે ખોલેલું છે અને સંપૂર્ણ ખુલ્લું રહે તે ઇચ્છનીય છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સામાન્ય જનતાની આર્થિક સ્થિતિને જોતા હવે Lockdown પોસાય તેમ નથી.

આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં સમગ્ર દેશમાં આશરે 70 ટકાથી વધુ નાગરિકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને ગુજરાત રાજ્યના 95 ટકા નાગરિકોએ પ્રથમ ડોઝ લગાવી દીધો છે.

મિત્રો આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોના નવા વેરિયન્ટને કારણે હવે જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બની ગયું છે.

જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

જે અંતર્ગત હવેથી 4 કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લામાં કોઈ પણ સ્થળે સભા, સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તેમજ દરેક ઓફિસ અને જાહેર બાગ બગીચામાં પણ કોરોનાની ગાઈડલાઈનનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામું અરવલ્લીના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.