ફરી સંપૂર્ણ લોકડાઉન : સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, સ્કૂલો-કોલેજો બધુ બંધ

મિત્રો આપણા દેશની રાજધાની દિલ્હીમાં વધતા જતા હવા પ્રદુષણના કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘણા બધા મોટા નિર્ણયો લીધા છે.

જેમાં આજે એક બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી દિલ્હીની તમામ સ્કૂલો એક સપ્તાહ માટે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીના સરકારી કર્મચારીઓ ઘર બેઠા કામ કરશે.

દિલ્હીમાં વધતા જતા પ્રદુષણને કારણે આ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સોમવારથી દિલ્હીની તમામ સ્કૂલો બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 14 થી 17 નવેમ્બર સુધી construction એક્ટિવિટી પણ બંધ રાખવામાં આવશે.

પ્રદૂષણના આ સ્તરને જોતા Lockdown લગાવવા ઉપર વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું જેના પર કેજરીવાલે કહ્યું કે સંપૂર્ણ Lockdown પર પ્રસ્તાવ અમે બનાવી રહ્યાં છીએ અને અમારા પ્રસ્તાવને અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરીશું.

તમામ વિભાગો સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે જો સ્થિતિ હજુ પણ વધુ બગડશે તો દિલ્હીની તમામ પ્રાઇવેટ કારો, નિર્માણ કાર્યો, ટ્રાન્સપોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કામગીરી બધુ બંધ કરી દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ તરફથી આ પ્રદૂષણને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ એન.વી રમનાએ કહ્યું કે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી એનસીઆર ની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઇ છે.

આપણે ઘરમાં પણ માસ્ક પહેરવુ પડશે તેવી સ્થિતિ અત્યારે બની છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે પ્રદૂષણનો સામનો કરવા માટે સરકારે કેવા કેવા પગલાં લીધા છે? આ ઉપરાંત દિલ્હીમાં Lockdown લાગુ કરવા પર વિચાર કરવો જોઈએ વગેરે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જ જવાબદાર ગણી ન શકાય કે જેઓ પરાળ બાળે છે.

70% પ્રદૂષણનું કારણ ધૂળ, ફટાકડા, વાહનોવગેરે છે જેને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે.

મિત્રો આવી રીતના દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને કારણે સરકારે હાલમાં આ પ્રકારના પ્રતિબંધો લાગુ કર્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.