આકાશમાંથી પત્નીની સામે જ તેના પતિ ઉપર પડી વીજળી, જુઓ તેની પત્નીએ શું કર્યું?

મિત્રો જ્યારે આપણે ચોમાસામાં ચાલુ વરસાદે મુસાફરી કરતા હોય ત્યારે વીજળી પડવાની ઘણી બધી વધારે સંભાવના હોય છે.

આવી જ એક ઘટના અમેરિકામાં બની છે. અમેરિકાના ફ્લોરિડામાં રસ્તા ઉપર એક ટ્રક ડ્રાઈવર ઉપર વીજળી પડી હતી અને સદ્નસીબે તેનો આબાદ બચાવ થયો હતો.

હાઈવે ઉપર એક ટ્રક ચાલક મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેના ઉપર વીજળી પડી.

આ સમગ્ર ઘટના આ ડ્રાઇવરની પાછળ એક અન્ય કારમાં આવતી તેની પત્નીએ તેના કેમેરામાં કેદ કરી લીધી હતી અને તેનો પતિ માંડ માંડ બચ્યો હતો.

સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આકાશમાંથી પડતા વીજળીનો વિડીયો ઘણો ડરામણો છે અને એક રિપોર્ટ પ્રમાણે આ ઘટના અમેરિકાના ફ્લોરિડામાં બની છે.

મળતી માહિતી પ્રમાણે એડવર્ડ નામનું એક વ્યક્તિ એક જુલાઈના રોજ મીની ટ્રકમાં બેસીને ઘરે જઈ રહ્યો હતો અને તેમની સાથે ત્રણ બાળકો પણ હતાં.

આ ટ્રકની પાછળ તેની પત્ની મિશેલ કારમાં આવી રહી હતી અને આ સમયગાળા દરમિયાન રસ્તામાં વાવાઝોડું ત્રાટક્યું હતું.

ભારે પવન અને વરસાદના કારણે મિશેલે પોતાના મોબાઈલમાં હવામાનને કેદ કરવાનું શરૂ કર્યું હતું જ્યારે મિશેલ કેમેરાથી રેકોર્ડિંગ કરી રહી હતી.

ત્યારે તેણે આકાશમાં વીજળી ચમકતી હતી પરંતુ કંઈક સમજે તે પહેલા જ અચાનક જ આગળ જઈ રહેલા તેના પતિના ટ્રક ઉપર આકાશી વીજળી પડી ગઈ અને એક જ ઝાટકે ટ્રકમાં આગ લાગી ગઈ પરંતુ સદભાગ્યે કોઈને પણ ગંભીર ઈજા પહોંચી ન હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.