મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ : સુરતના ખેતરમાં વીજળી પડતા એક યુવતીનું મોત, બે ઘાયલ

મિત્રો ગુજરાતમાંથી ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફરીથી એકવાર વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડયો છે એવામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે.

સપ્ટેમ્બર મહિનાથી જ વીજળી પડવાનું શરૂ થઇ ચૂક્યું છે. છેલ્લા એક મહિનામાં વીજળી પડવાથી કુલ 9 લોકોના મોત થયા હતા.

મિત્રો આજે સુરતમાં પણ બપોર પછી કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો ત્યાર બાદ સુરતના સીમલઠું ગામના ખેતરમાં વીજળી પડવાથી એક યુવતીનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બે લોકોને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે ગુજરાતમાં તારાજી સર્જાઈ હતી અને નદી નાળા અને જળાશયમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

ખાસ તો ખેડૂતોએ તૈયાર થયેલા પાકમા વરસાદી પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને પણ ખૂબ જ નુકસાન થયું હતું અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો પરંતુ હવે જ્યારે માંડ માંડ ખેડૂતોની સ્થિતિ થાળે પડી છે ત્યારે ફરી એકવાર વરસાદી સંકટ જોવા મળી રહ્યું છે જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.