માત્ર એક જ વાર ભરો પ્રીમીયમ અને મેળવો આજીવન પેન્શન : LIC ની જબરદસ્ત યોજના

મિત્રો આપણે જાણીએ છીએ કે મોટાભાગે 60 વર્ષ અથવા તેનાથી વધુ ઊંમરના લોકોને પેન્શન મળતું હોય છે પરંતુ હવે તમારે પેન્શન માટે વધારે રાહ જોવી નહીં પડે કેમકે એલ.આઇ.સી. એ ખાસ પ્લાન લોન્ચ કર્યો છે.

સરળ પેન્શન યોજના:

જો તમે એકસામટી રકમ જમા કરાવો છો તો તમને માત્ર 40 વર્ષની ઉંમરમાં પણ પેન્શન મળવાનું શરૂ થઈ શકે છે.

એલઆઇસીની આ યોજનાનું નામ છે સરળ પેન્શન યોજના.

આ યોજના એક સિંગલ પ્રીમિયમ પેન્શન પ્લાન છે. આ યોજનામાં જ્યારે તમે જોડાવ છો જ્યારે એકસાથે સંપૂર્ણ પ્રીમિયમ ભરી દેવાનું હોય છે અને પછી આજીવન તમને પેન્શન મળતું રહેશે.

જો પોલીસીધારકનું મૃત્યુ થઈ જાય તો તેના નોમિનીને સિંગલ પ્રીમિયમની રકમ આપવામાં આવે છે.

સરળ પેન્શન યોજના એક Immediate Annuity Plan છે એટલે કે પોલીસી લેતા તમારે પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે.

અને આ પોલીસ લીધા બાદ જેટલી પેન્શનની શરૂઆત થાય છે એટલું પેન્શન આખી જિંદગી મળે છે.

આ પેન્શન લેવા માટે બે પદ્ધતિ છે:

સિંગલ લાઈફ:

આમાં પોલીસી કોઈ એક ના નામે રહેશે. જ્યાં સુધી પેન્શન મેળવનાર જીવે છે ત્યાં સુધી તેમને પેન્શન મળતું રહેશે.

પેન્શન મેળવનાર વ્યક્તિનું મૃત્યુ થયા બાદ બેઝ પ્રીમિયમની રકમ તેના નોમિનીને આપી દેવામાં આવશે.

જોઈન્ટ લાઈફ:

આ પોલીસીમાં બંને જીવનસાથીનો સમાવેશ થાય છે. જ્યાં સુધી પ્રાઇમરી પેન્શન મેળવનાર વ્યક્તિ જીવતો હશે ત્યાં સુધી પેન્શન મળતું રહેશે.

પેન્શન મેળવનારના મૃત્યુ બાદ તેના જીવન સાથીને આખું જીવન પેન્શન મળતું રહેશે અને તેમના મોત બાદ બેજ પ્રીમિયમની રકમ તેના નોમિનીને સોંપી દેવામાં આવશે.

કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ?

આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 40 વર્ષ અને વધુમાં વધુ 80 વર્ષ હોવી જોઈએ.

આ સરળ પેન્શન યોજનામાં જ્યાં સુધી વ્યક્તિ જીવતો હશે ત્યાં સુધી તેને પેન્શન મળતું રહેશે.

સરળ પેન્શન પોલીસીને શરૂ થયાના છ મહિના બાદ ક્યારેય પણ સરેન્ડર કરી શકાય છે.

હવે જો તમે દર મહિને ત્રણ મહિને કે વાર્ષિક કે અર્ધ વાર્ષિક પેન્શન મેળવવા માંગો છો તે સંપૂર્ણ રીતે તમારા ઉપર નિર્ભર રહેશે જેના માટે તમારે જાતે જ વિકલ્પ પસંદ કરવો પડશે.

આ યોજનામાં ઓછામાં ઓછુ 12000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને વધારેમાં વધારે રોકાણની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

કેટલું પેન્શન મળશે?

મિત્રો તમે કેટલું પેન્શન મેળવવા માંગો છો તેની એમાઉન્ટ તમારે જાતે જ પસંદ કરવાની રહેશે અને તે હિસાબથી જ તમારા પેમેન્ટ કરવાનું રહેશે.

જો તમે દર મહિને પેન્શન મેળવવા માંગો છો તો ઓછામાં ઓછું એક હજાર રૂપિયા પેન્શન તમે લઇ શકો છો, ત્રણ મહિના માટે તમે ત્રણ હજાર રૂપિયા, છ મહિના માટે 6000 રૂપિયા અને બાર મહિના માટે 12 હજાર રૂપિયા પેન્શન તમે લઇ શકો છો અને મહત્તમ પેન્શનની કોઈ મર્યાદા નથી.

જો તમારી ઉંમર 40 વર્ષ છે અને તમે એક સાથે દસ લાખ રૂપિયાનું પ્રિમીયમ ભરો છો તો વાર્ષિક 50000 રૂપિયા મળવાનું તમને શરૂ થઈ જશે જે આજીવન મળશે.

જો તમે જમા કરાવેલી રકમ પાછી લેવા માંગો છો તો પાંચ ટકા કપાત કરી જમા કરવામાં આવેલી રકમ પરત પણ કરી દેવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.