ગુજરાતમાં જમીનના રેકોર્ડની કરો તપાસ, ૧૯૯૧ થી આજ સુધીનો જુનો જમીનનો રેકોર્ડ મેળવો

ગુજરાતના કોઇપણ ગામનો જમીનનો રેકોર્ડ મેળવવો હોય તો હવે તમે ઓનલાઇન રેકોર્ડ જોઈ શકશો. 1991 થી લઇને આજ સુધીના રેકોર્ડ તમને અહીં મળશે.

આ સેવા મહેસુલ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવે છે.

તમારા જમીનના રેકોર્ડ જોવા માટે તમે જિલ્લા, તાલુકા, ગામ અને સર્વે નંબર પસંદ કરીને RoR ની વિગતો મેળવી શકો છો.

Any RoR Land Record:

સરળ શબ્દોમાં કહીએ તો જમીનના રેકોર્ડમાં જમીનની માલિકી સંબંધિત વિવિધ દસ્તાવેજનો સમાવેશ થાય છે જેમાં વેચાણ ખતનો પણ સમાવેશ કરવામાં આવે છે.

વેચનાર અને ખરીદનાર વચ્ચેની મિલકતના વ્યવહારનો રેકોર્ડ, દસ્તાવેજોમાં અધિકારનો રેકોર્ડ્સ, સર્વે દસ્તાવેજો અને મિલકત વેરાની રસીદોનો સમાવેશ થાય છે.

Any RoR લેન્ડ રેકોર્ડ સિસ્ટમ શું છે?

આ એક પ્રકારની સોફ્ટવેર એપ્લિકેશન સિસ્ટમ છે જેમા ગુજરાતનો કોઈપણ નાગરિક જમીનના રેકોર્ડને લગતી માહિતી મેળવી શકે છે.

આ ઓનલાઇન પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય 7/12 ઉતારા દ્વારા તમને તમારી જમીનની વિગતો, જમીન માલિકનું નામ વગેરે માહિતી આપવાનો છે.

આ રેકોર્ડમાં ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાઓનો સમાવેશ થાય છે.

જુના રેકોર્ડના મુખ્ય ફાયદાઓ:

 • જમીનના માલિકના અધિકારોનું રક્ષણ કરે છે.
 • બેંક પાસેથી લોન મેળવવામાં મદદ કરે છે.
 • જો કોઈ વિવાદ ઉભો થાય તો કોર્ટ જમીનના રેકોર્ડના પુરાવા માંગે છે
 • અધિકારોના રેકોર્ડ ની પ્રમાણિત નકલ તમને ગેરકાયદેસર જમીન સંપાદન અથવા પચાવી પાડવાથી બચાવે છે.

ગુજરાત રેકોર્ડ ઓફ રાઈટ્સના ઉપયોગો:

 • જમીનની માલિકી ચકાસવા માટે વાપરી શકાય છે.
 • જમીનને લગતી કોઈપણ માહિતી મેળવવા માટે ઉપયોગી છે.
 • જમીનના વેચાણ દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે.
 • બેન્કમાંથી લોન મેળવવા માટે ખેડૂતો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકે છે.

૧૯૫૫ થી આજ સુધી ગુજરાતનો જુનો જમીનનો રેકોર્ડ આવી રીતે મેળવો:

 • Any RoR Gujarat વેબસાઇટની મુલાકાત લો.
 • “જુઓ જમીનનો રેકોર્ડ – ગ્રામીણ” અને “જુઓ જમીનનો રેકોર્ડ – શહેરી” બટન ઉપર ક્લિક કરો.
 • પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં VF6, VF7, VF8A અને પરિવર્તન માટેની 135 D નોટિસ સહિતની માહિતી મળશે.
 • 7/12 થી જમીનનો રેકોર્ડ તપાસવા માટે તમારે VF7 સર્વે નંબરની વિગતો પર ક્લિક કરો.
 • પછી તાલુકો, જિલ્લો, ગામ, સરવે નંબર વગેરે માહિતી દાખલ કરો અને તમારા જમીન ના રેકોર્ડની ઍક્સેસ મેળવો.

જમીનના રેકોર્ડની ઓનલાઈન તપાસ આવી રીતે કરો:

 • Any RoR  વેબસાઇટની મુલાકાત લો.
 • ત્યાં તમને ત્રણ વિકલ્પ જોવા મળશે : ગ્રામીણ જમીન રેકોર્ડ, શહેરી જમીન રેકોર્ડ અને મિલકત શોધ.
 • જુઓ જમીન રેકોર્ડ ગ્રામ્ય બટન પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનુમાંથી “નો ખાતા બાય ઓનર નેમ” પસંદ કરો.
 • પછી જીલ્લો તાલુકો અને ગામ પસંદ કરો અને જરૂરી માહિતી મેળવો.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.