ફાંટાબાજ કુદરત / પાંચ પગવાળા ઘેટાનો જન્મ, વાંચો સંપૂર્ણ માહિતી

મિત્રો બ્રિટનના મોરપેઢમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે પશુઓને ચાર પગ હોય છે પરંતુ બ્રિટનના એક ફાર્મ હાઉસમાં 5 પગ વાળા ઘેટાનો જન્મ થયો છે.

આ પ્રાણીને જોવા માટે લોકોએ લાઈનો લગાવી છે કેમ કે આવું ભાગ્યે જ જોવા મળતો હોય છે.

આપણે જાણીએ છીએ કે પશુ હોય કે મનુષ્ય આવી ખોડ ધરાવતા જીવો લાંબુ જીવી શકતા નથી ત્યારે આ પાંચ પગ વાળા પશુની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અને લોકો જોઈને આશ્ચર્ય પામ્યા છે.

આ ફાર્મ હાઉસના માલિકે કહ્યુ કે તમે જોઈ શકો છો કે ઘેટાની ડાબી બાજુએ ત્રણ પગ છે.

મેં લગભગ 10 વર્ષ પહેલા પાંચ પગ વાળુ ઘેટુ જોયું હતું અને તેને વધુમાં જણાવ્યું હતું કે તે લાંબા સમય સુધી જીવિત અને સ્વસ્થ હતું, જો કે સર્જરી કર્યા બાદ તેનો વધારાનો પગ કાઢી નાખવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આ ઘેટાની અમે દર મિનિટે દેખરેખ રાખીએ છીએ અને જ્યાં સુધી સામાન્ય જીવન જીવે છે ત્યાં સુધી એને રાખીશું.

આ ઉપરાંત તેઓએ દાવો પણ કર્યો હતો કે આવા પાંચ પગવાળા ઘેટા દસ લાખમાંથી એક જન્મે છે. આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં છત્તીસગઢના એક ગામમાં એક વાછરડાનો જન્મ થયો હતો જેને ત્રણ આંખો હતી અને લોકો તેને ભગવાન શિવનો અવતાર પણ કહેતા હતા.

આ ઉપરાંત એક પાલતુ બકરીએ માનવ જેવા બાળકને જન્મ આપ્યો હતો જેમાં બે પગ અને કાન સિવાય બાકીનું શરીર માનવ બાળક જેવું હતું જો કે જન્મના અડધા કલાક બાદ જ આ બાળકનું મોત થયું હતું.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.