રાજ્યના ખેડૂતો માટે પાક નુકશાન સહાય જાહેર, જુઓ લિસ્ટમાં તમારા ગામનું નામ છે કે નહીં?

મિત્રો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

આ રાહત પેકેજમાં રાજ્યના મુખ્ય ચાર જિલ્લા જુનાગઢ, રાજકોટ, જામનગર અને પોરબંદર નો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.

આ રાહત પેકેજ અંતર્ગત જે ખેડૂતોના પાકને વરસાદને કારણે 33 ટકા કે તેથી વધારે નુકસાન થયું છે તો તેને 13000 રૂપિયા પ્રતિ હેક્ટર આર્થિક મદદ કરવામાં આવશે. આ મદદ વધુમાં વધુ 2 હેકટર માટે આપવામાં આવશે.

આ રાહત પેકેજમાં એસડીઆરએફના ધોરણો મુજબ બિનપિયત પાક માટે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 6800 રૂપિયા ચૂકવવામાં આવશે જ્યારે બાકીની તફાવતની હેક્ટરદીઠ 6200 ની રકમ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.