ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી : કલમ 144 લાગુ

મિત્રો ગુજરાતમાં કોરોનાનો નવા વેરિએન્ટ XE એ દસ્તક લીધી છે.

આ નવા વેરિએન્ટના પહેલા કેસની પુષ્ટિ થઈ ગઈ છે. આ વાયરસને ખૂબ જ ચેપી માનવામાં આવે છે આવી સ્થિતિમાં સરકાર પણ સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે.

ગુજરાતમાં 13 માર્ચે એક કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ એક અઠવાડિયા સુધી તેની હાલત સ્થિર થઈ હતી પરંતુ જ્યારે તેના સેમ્પલના રીઝલ્ટ સામે આવ્યા ત્યારે જાણવા મળ્યું કે આ વ્યક્તિ XE વેરિએન્ટથી સંક્રમિત છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે ત્યારે ફરીથી એક દિવસમાં કોરોનાના કેસ 150 ટકા વધ્યા છે જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે.

આ ઉપરાંત રાજસ્થાનના અજમેર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને આગામી એક મહિના સુધી કોઈ ધાર્મિક આયોજનમાં ઝંડા, બેનરનો ઉપયોગ કરી શકાશે નહીં.

અજમેર જિલ્લા પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે અજમેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં આગામી એક મહિના સુધી કલમ 144 લાગુ રહેશે.

જિલ્લા પ્રશાસન અને તમામ સાર્વજનિક અને ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ ઉપરાંત આદેશમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં થનારા ધાર્મિક આયોજનમાં હવે સરકારી સ્થળ સાર્વજનિક ચોક અથવા વિજળી તથા ટેલિફોનના થાંભલા અને કોઈપણ વ્યક્તિની સંપત્તિ પણ મંજૂરી વિના કોઈપણ પ્રકારના બેનર અથવા ઝંડા લગાવી શકાશે નહીં.

જો આવું કરતા કોઈ પકડાશે તો તે વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.