કિશન ભરવાડ | ભરૂચમાં એક યુવકનું મોત થતાં 2000 લોકોએ સાથે મળીને બે બસ સળગાવી

મિત્રો આપણે જાણીએ છીએ કે ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

હાલમાં આ ઘટનામાં સંડોવાયેલા ઘણા બધા લોકોને પોલીસે પકડી પાડયા છે અને આગળની તપાસ ચાલુ છે.

આ દરમિયાન દહેજની બિરલા કોપર કંપનીમાં ચાલતી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ બસ ભરૂચથી દહેજ જવા નીકળી હતી ત્યારે શેરપુરા ગામ પાસે આ બસ એ એક યુવકને ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જેના પગલે લોકોએ બસને થંભાવી દીધી હતી અને ડ્રાઇવર અને ટોળા વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો.

લોકો આવેશમાં આવી જઈને બસમાં તોડફોડ કરી અને આંગ ચાંપી દીધી હતી આ ઘટનામાં અંદાજે 1500 થી 2000 લોકો એકત્રિત થઈ ગયા હતા.

આ ઉપરાંત આ અકસ્માતની ઘટનામાં લોકોએ કંપની બીજી બસને પણ અટકાવી તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી.

આ બનાવની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન સહિત અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફને સ્થળ ઉપર જઈને આ ટોળાને વિખેરવા માટેનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં બંને હાડ પિંજર થઈ ગઈ હતી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.