છોટા ઉદેપુર / કિશન ભરવાડના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળું ધસી આવ્યુ

ધંધુકામાં હિન્દુ યુવકની વિધર્મીઓ દ્વારા સરેઆમ હત્યા કરવાના બનાવને પગલે ગુજરાતમાં ઠેરઠેર જગ્યાએ બંધ પાળવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ગુનેગારોને આકરી સજા થાય તે માટે હિન્દુ સંગઠનો દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ આપવા માટેના એક કાર્યક્રમમાં વિધર્મીઓનું એક જૂથ ધસી આવતા અથડામણનો વિડીયો વાયરલ થયો છે.

આ અંગે માહિતી મળતા યુવકની હત્યા મામલે છોટાઉદેપુરમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કાળકા માતાના મંદિરથી લઈને કલેક્ટર કચેરી સુધી મૌન રેલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો જેને પગલે સમગ્ર છોટાઉદેપુરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો આશરે 10 થી 15 જેટલા વિધર્મી લોકો ધસી આવ્યા હતા અને ત્યારબાદ તેમણે હુમલો કર્યો હતો.

બંને જુથો વચ્ચે ગંદી ગાળો બોલીને છૂટા હાથની મારામારી પણ કરી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

આ ઘટનાના પગલે છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.