કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાનાએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા થઈ હતી જેમાં હાલમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જેમાં મૌલાના અયુબે 1500 પુસ્તક છપાવી હતી જેમાંથી કટ્ટરવાદી પુસ્તકો યુવકોને ફ્રીમાં આપતો હતો.

આ ઉપરાંત મૌલાના કમર ગની છ વખત ગુજરાતમાં આવ્યો હતો અને અમદાવાદ, વડોદરા અને સુરતમાં રોકાયો હતો.

મૌલાના અયુબે લખેલા પુસ્તકના કટ્ટરવાદી વાતોનો ઉલ્લેખ છે.

આ ઉપરાંત આ ઘટનામાં પાકિસ્તાન અને આતંકી કનેક્શન ખુલતા એનઆઈએ સહિતની સેન્ટર એજન્સીઓ પણ હવે આ મામલે તપાસ કરશે.

આ ઉપરાંત ગુજસીટોકની કલમ ઉમેરાતા હવે આરોપીઓને વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીના આરોપી મૌલાના કમરગની ઉસ્માની દાવત-એ- ઇસ્લામ નામનું સંગઠન ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.

કરાંચી ખાતે આવેલી દાવત-એ-ઈસ્લામી સંગઠનની શાખા અમદાવાદ સહિત દેશના તમામ ખૂણે ખૂણે આવેલી છે.

મૌલાના કમરગની યુવકોનું બ્રેઇન વોશ કરતો હતો. આ ઉપરાંત યુવાનોને સંગઠનમાં જોડાવા માટે મૌલાના 365 રૂપિયા ફી લેતો હતો.

ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના અયુબે લખેલી જઝ્બા-એ-શહાદત પુસ્તક 1500 જેટલી છપાવી હતી.

આ કટ્ટરવાદી પુસ્તક મસ્જિદમાં આવતા તેમજ મૌલાનાના સંપર્કમાં આવેલા યુવાનોને ફ્રીમાં વેચવામાં આવી હતી.

ઈસ્લામિક એજ્યુકેશનના નેજા હેઠળ યુવાનોનું બ્રેઇન વોશ કરવાની કામગીરી આ સંગઠન કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ કેસમાં ઝીણવટ ભરી તપાસ એટીએસ કરી રહી હોવાનું પોલીસે દાવો કર્યો છે ત્યારે શહેરમાંથી બે હજાર કરતા પણ વધુ દાવત-એ-ઇસ્લામી સંગઠનની દાનપેટીઓ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ઊંઘમાંથી જાગી ગઈ છે.

લોકો દાનપેટીમાં જે રૂપિયા નાખે છે તે પણ પાકિસ્તાનમાં જાય છે અને બાદમાં દુબઈ તેમજ અલગ અલગ રીતે હવાલા મારફતે પરત દેશમાં આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.