ખોડલધામ કાગવડમાં માં ખોડીયારનો સાક્ષાત્કાર, બધા લોકો ખાસ જુઓ

ખોડલધામ કે જેને એકતાનું પ્રતિક અને શક્તિનું સ્થાન માનવામાં આવે છે. આજે આપણે ખોડલધામના નિર્માણનો ઇતિહાસ જાણીશું.

જ્યારે પણ સૌરાષ્ટ્રમાં તીર્થસ્થાનની વાતો કરવામાં આવે ત્યારે પહેલા બે મંદિરોના નામ લેવાતા હતા. એક સોમનાથ અને બીજુ દ્વારકા પરંતુ હવે મોટા મંદિરોમાં ત્રીજા ધામનુ નામ પણ લેવાય છે જેનું નામ છે ખોડલધામ કાગવડ. સૌરાષ્ટ્રનું આ તીર્થક્ષેત્ર પાંચ વર્ષમાં ઉમેરાયું છે.

ખોડલધામ રાજકોટથી 65 કિલોમીટર દૂર અને જલારામ બાપાના વિરપુરથી માત્ર 11 કિલોમીટર દૂર આવેલું છે.

આ ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતિક છે. 21 જાન્યુઆરી 2017 ના રોજ ખોડલધામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

શ્રી ખોડલધામના વિશાળ પરિસરમાં ભવ્ય મંદિરની છબી સાથેનું એક નાનકડું મંદિર પણ છે જ્યારે આ સ્થળ ઉપર મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમને એક ચમત્કાર જોવા મળ્યો હતો.

કાચથી મઢેલા શ્રી ખોડલધામ મંદિરની નાનકડી પ્રતિકૃતિમાં કે જ્યાં હવા પણ પ્રવેશી શકતી નથી ત્યાં નાના નાના પગલાની છાપ જોવા મળી હતી.

લોકોને આ સમજવામાં વાર જરા પણ ના લાગી કે આ બીજું કંઈ નહીં પણ સાક્ષાત જોગમાયા મા ખોડલ અને અન્ય શક્તિ દેવી તથા જોગણીઓ ના જ પગલાં છે.

આ વાત જોત જોતામાં આસપાસના ગામોમાં પ્રસરી ગઇ અને મોટી સંખ્યામાં ભકતો તેમનાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા.

અહીં માત્ર મા ખોડલના પગલાં જ નહીં પરંતુ મંદિરની પાસેથી કંકુ પણ મળી આવ્યું છે અને ભક્તો માની રહ્યા છે કે મા ખોડલ ના બાળ સ્વરૂપના આ પગલા છે.

ગુજરાતમાં પટેલ સમાજમાં બે વિભાગ છે : એક લેઉવા પટેલ અને બીજા કડવા પટેલ. આ બંને ની વસ્તી ગુજરાતમાં 1 કરોડ 65 લાખની છે જેમાંથી 85 લાખ લેવા પટેલ ગુજરાતમાં વસે છે.

ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજની આસ્થા અને પ્રભુ તત્વનું પ્રતીક છે અને આ મંદિરનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે.

લેઉવા પટેલ સમાજની એકતાની શક્તિને કારણે બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બૂક અને ઇન્ડિયા બુક સહિતના દસ રેકોર્ડ નોંધાયા છે.

આ મંદિરના નિર્માણ કરવામાં સમસ્ત લેઉવા પટેલ સમાજ તન, મન અને ધનથી માતા ખોડલના ચરણોમાં સેવા કરી છે.

મા ખોડીયાર આમ તો ઘણી બધી જ્ઞાતિઓની કુળદેવી છે પરંતુ લેઉવા પટેલ સમાજના કુળદેવી એટલે કે આરાધ્ય દેવી કહેવાય છે.

એક કથા પ્રમાણે બોટાદના રોહીશાળા ગામે ચારણ કુળમાં મામડિયા અને દેવળબાના ઘરે સાત સંતાનમાથી છઠ્ઠા સંતાન તરીકે જન્મ લીધો. મહા સુદ આઠમના દિવસે જન્મેલા મા ખોડલનું નામ જાનબાઇ હતું.

એક દંતકથા પ્રમાણે ભાઈ મેરખિયાને બચાવવા માટે ખોડીયારમાં પાતાળમાં અમૃતકુંભ લેવા ઉતર્યા હતા અને પાતાળમાંથી ઉપર આવવામાં મગરે તેની મદદ કરી એટલા માટે મગર તેમનું વાહન છે.

જાનબાઈ જ્યારે પાછા ફર્યા ત્યારે તેના પગમાં ઇજા થઇ હતી અને ચાલવામાં થોડી તકલીફ પડતી હતી ત્યારે તેમના માતા દેવળબા બોલી ઉઠ્યા “આ ખોડી તો નથી થઈને.”

અને જાનબાઇ પાસે અમૃતકુંભ હોવાથી બધાએ માન્યુ કે આ દેવી અવતાર છે અને ખોડીઆઈ તરીકે માન પામ્યા અને પછી લોકો તેને ખોડિયાર તરીકે પૂજવા લાગ્યા.

કહેવાય છે કે માતા ખોડલની કૃપાથી સૌરાષ્ટ્ર વિસ્તારના પટેલો ખેતીકામ કરી શક્યા જેને લઇને પટેલ સમાજના આરાધ્ય દેવી તરીકે પૂજાયા.

સૌરાષ્ટ્રમાં મા ખોડલના ચાર મુખ્ય ધામ છે એક ધારી પાસે ગળધરા, બીજું ભાવનગર પાસે રાજપરા. ત્રીજુ મોરબી પાસે માટેલ અને ચોથું કાગવડમાં ખોડલધામ.

આ મંદિરનું નિર્માણ શિલ્પશાસ્ત્રની વિશાળ કલા શિલ્પ અને સ્થાપત્ય મુજબ કરવામાં આવ્યું છે. આ મંદિરનો બહારનો ભાગ કલાત્મક શિલ્પ, જગત કણપીઠ, મંડોવર, આંબલસારો, કળશમાં વિભાજીત છે જેમાં વ્યાલ, અશ્વ, ગજ, નર-નારી, દેવી-દેવતાના આ કલાત્મક બેનમૂન શિલ્પ વર્ષો સુધી સીમાચિહ્નરૂપ બની રહેશે.

ખોડલધામ મંદિરમાં 185 કળશ અને 8 તિલકનો સમાવેશ થાય છે.  600 જેટલી મૂર્તિઓ અને 600 ફૂટ પરિઘમાં રામાયણ, મહાભારત અને ગીતાની કથા આકર્ષિત રીતે કંડારવામાં આવી છે.

આ ઉપરાંત બીજી બાજુ પટેલ પેનલ બનાવવામાં આવી છે જેમાં ધરતીપુત્રોના વ્યવસાયને લગતી 123 મૂર્તિઓ બનાવવામાં આવી છે આવી પેનલ ધરાવતું વિશ્વનું આ એક માત્ર મંદિર છે.

આ ઉપરાંત આ મંદિર 238 પિલર ઉપર ઊભું છે જેમાં 15 પ્રકારનું કલાત્મક નકશીકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બીમ તોરણ અને છતનું કલાત્મક સ્થાપત્ય આ મંદિરને આધુનિક મંદિરોમાં સર્વશ્રેષ્ઠ બનાવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.