ખેડૂતો માટે મોટી ખુશખબર / ગુજરાતમાં વીજળી સંકટ મામલે લેવામાં આવ્યો મોટો નિર્ણય

મિત્રો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેતી માટે જે વીજળી આપવામાં આવે છે તેમાં વીજ કાપ મૂકવામાં આવ્યો છે જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે.

ખેડૂતો દ્વારા તીવ્ર માંગ કરવામાં આવી છે કે તેઓને પૂરતી વીજળી મળે જેને લઇને મોટા ભાગના જિલ્લાના ખેડૂતોએ વીજકાપને લઈને સરકાર સામે બાંયો ચઢાવી હતી અને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે અપૂરતી વીજળીને લઈને પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર સરકારે આપ્યા છે.

સરકારે જણાવ્યું છે કે ખેડૂતોને હવે તે પૂરતી વીજળી આપવામાં આવશે અને ઉદ્યોગોમાં વીજકાપ મુકવામાં આવશે જેથી હવે ખેડૂતોને વીજ કાપમાંથી મુક્તિ મળશે.

ગુજરાત રાજ્યના અલગ-અલગ શહેરોના ઉદ્યોગોમાં ક્યા ક્યા દિવસે વીજકાપ રહેશે તેનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે:

ગાંધીનગર, નવસારી અને વલસાડમાં સોમવારે વીજકાપ રહેશે.

અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં મંગળવારે વીજકાપ રહેશે.

રાજકોટ અને મોરબીમાં બુધવારે વીજકાપ રહેશે.

મહેસાણા,બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર અને ડાંગમાં ગુરુવારે વીજકાપ રહેશે.

ખેડા, ભરૂચ, નર્મદા, પોરબંદર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં શુક્રવારે વીજકાપ રહેશે.

કચ્છમાં શનિવારે વીજકાપ રહેશે.

પાટણ, વડોદરા, આણંદ, સુરત, તાપી અને છોટાઉદેપુરમાં રવિવારે વીજકાપ રહેશે.

સરકાર દ્વારા ખેડૂતોને છ કલાક વીજળી અપાતી હતી પરંતુ ખેડૂતોની માંગ હતી કે ખેડૂતોને આઠ કલાક વીજળી મળે જેને લઇને અનેક સ્થળો પર ધરણાં અને વિરોધ કરવામાં આવ્યો હતો.

આખરે ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે 500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે અને વીજ કાપ માટે નોટિસ આપી દેવામાં આવી છે.

ઉદ્યોગોમાં જે વીજકાપ કર્યો છે તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે જે વિસ્તારમાં હાલ વાવેતર છે અને વીજળીની ખૂબ જ જરૂર છે ત્યાં પહેલાં નિયમિત આઠ કલાક વીજળી આપવામાં આવશે.

જેથી હવે રાજ્યના અલગ-અલગ શહેરોના ઉદ્યોગો માટે વીજકાપની જાહેરાત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.