ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ, ચૂંટણી અગાઉ સરકાર મહેરબાન

પંજાબના મુખ્યમંત્રી દ્વારા એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ ખેડૂતો માટે ચૂંટણી પહેલા આ મહત્વની જાહેરાત કરી છે.

જેમાં 5 એકર સુધીના માલિકી હક ધરાવતા અંદાજિત 110000 નાના અને સીમાંત ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા ખેડૂત આંદોલનની અંદર શહીદ થયેલા ખેડૂતોના વારસદારોને દયાના ધોરણે નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા છે.

આ લોન માફી યોજના હેઠળ 1200 કરોડ રૂપિયાનું ફંડ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે.

પંજાબ રાજ્ય સરકાર દ્વારા અંદાજે છ લાખ ખેડૂતોની રૂપિયા 4610 કરોડની લોન પહેલેથી જ માફ કરી દેવામાં આવી હતી.

પંજાબ સરકારે પંજાબ સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ બેંક જે અગાઉ લેન્ડ મોરગેજ બેન્ક તરીકે ઓળખાતી હતી.

તેની પાસેથી પાંચ એકર સુધીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન માફી યોજના લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મિત્રો જેવી રીતે પંજાબ સરકારે તેના ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું તેવી જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં.

તમારો અભિપ્રાય કોમેંટ કરીને અવશ્ય જણાવજો. ધન્યવાદ. જય જવાન જય કિસાન

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.