ખેડૂતો માટે ખુશખબર / ખેડૂતોને મળશે હવેથી છ કલાક વીજળી : કનુ દેસાઈનું મોટું નિવેદન

ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

આપણે જાણીએ છીએ કે ખેડૂતો સરકાર પાસે વીજળીની માંગ કરી રહ્યા હતા ત્યારે ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ ખેડૂતોની સમસ્યા ધ્યાનમાં રાખીને ખેડૂતોને છ કલાક વીજળી આપવાનું વચન આપ્યું છે.

કનુભાઇ દેસાઇએ જાહેરાત કરતા કહ્યું કે શનિવારથી ખેડૂતોને છ કલાક વીજળી મળવાની શરૂ થઈ જશે.

આ ઉપરાંત એક અઠવાડિયા પછી છ કલાકથી વધુ સમય માટે વીજળી આપવામાં આવશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

તેમ જ વીજ સંકટ પર ધ્યાન દોરતાં તેમણે કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને કારણે ગેસ સપ્લાય અસર થઈ હતી આ ઉપરાંત ઇન્ડોનેશિયાથી કોલસાની સપ્લાઈમાં પણ સમસ્યા થઈ હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે જરૂર પડશે તો ઉદ્યોગોના પાવર સપ્લાય પર કાપ મુકાશે પરંતુ ખેડૂતોને અમે વીજળી આપીશું.

રાજ્યની સરકાર વીજળીનો પુરવઠો ડિમાન્ડ અને સપ્લાયના આધારે પૂરો પાડવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં ખેડૂતોને વીજળી માટે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને તેની આસપાસના કેટલાક જિલ્લાઓમાં વીજળીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જેથી વિવિધ ગામના લોકોએ વિજ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે થોડા દિવસ પહેલાં એવું આશ્વાસન આપ્યું હતું કે હવે તે આઠ કલાક સતત વીજળી મળી રહેશે.

પરંતુ હકીકત કંઇક અલગ જ હોવાથી ખેડૂતો ઠેરઠેર આંદોલન કરી રહ્યા છે જેમાં સુરતના બારડોલી અને ગાંધીનગરમાં ખેડૂતોએ વીજળીના પ્રશ્ને ખેડૂતો આંદોલન શરૂ કર્યા હતા.

મિત્રો આ ઉપરાંત ખેડૂતોની શું શું માંગ છે તેની વાત કરીએ તો…

  • ખેતીની વીજળી જુના સમય પ્રમાણે આઠ કલાક આપવામાં આવે
  • ખેતીની ઉપજના મોંઘવારી પ્રમાણે ભાવ આપવામાં આવે
  • ખાતર પેસ્ટીસાઈડમાં જીએસટી બંધ કરવામાં આવે
  • ખેતીવિષયક વીજ મીટર હટાવી સમાન વીજદર આપવામાં આવે

મિત્રો તમારું શું મંતવ્ય છે કે ખેડૂતોને કેટલી કલાક વીજળી મળવી જોઈએ અને હાલમાં તમારા ખેતરમાં કેટલી કલાક વીજળી આવે છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.