10 માં હપ્તા સાથે ખેડૂતોને મળશે આ મોટો ફાયદો, ફટાફટ કરો આ કામ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં 2000 ના ત્રણ હપ્તા એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયા નાખે છે.

સરકાર ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત અન્ય લાભો પણ આપી રહી છે.

વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક મદદ ઉપરાંત ખેડૂતો માનધન યોજનાનો પણ લાભ લઈ શકશે.

ખેડૂતોની આર્થિક મદદ અને વૃદ્ધાવસ્થાને સુરક્ષિત રાખવા માટે સરકાર ખેડૂતોને પેન્શન મળે તે હેતુથી પીએમ કિસાન માનધન યોજના પણ શરૂ કરી છે.

આ ઉપરાંત ખેડૂતો ક્રેડિટ કાર્ડથી લોનનો પણ લાભ લઈ શકશે. સરકાર પીએમ કિસાન યોજનાના ડેટાના આધારે ખેડૂતો માટે યુનિક ફાર્મર આઇડી બનાવવાની પણ તૈયારી કરી રહી છે.

દેશના કરોડો ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) નો લાભ લઇ રહ્યા છે જેમાં ખેડૂતોને માત્ર આર્થિક મદદ નહીં પરંતુ સરકાર સસ્તા દરે લોન પણ આપે છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ બંને યોજના આત્મનિર્ભર ભારત યોજના હેઠળ જોડાયેલ છે.

પીએમ કિસાન માનધન યોજનામાં ખેડૂતોને માટે પેન્શનની સુવિધા પણ છે.

આ યોજનાનો લાભ લેવા માટે પીએમ કિસાનની અંદર જે ખાતાધારકો છે તેને કોઈપણ પ્રકારના દસ્તાવેજની જરૂર પડશે નહીં.

તમારૂ સીધું જ રજિસ્ટ્રેશન પીએમ કિસાન માનધન યોજનામાં પણ કરવામાં આવશે.

18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત આ સહાય યોજનામાં રોકાણ કરી શકે છે.

આ યોજના અંતર્ગત ખેડૂતોને લઘુતમ માસિક 3000 રૂપિયાનું પેન્શન મળે છે જેમાં ખાતાધારકના મૃત્યુ પછી તેની પત્નીને 50% પેન્શન મળશે.

ટૂંકમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક 6000 રૂપિયા અને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત વાર્ષિક 36 હજાર રૂપિયા મળવાપાત્ર થશે એટલે કે આ બંને યોજના થકી ખેડૂતોને વાર્ષિક 42 હજાર રૂપિયા ની આર્થિક મદદ મળી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.