ખેડૂતોને મળશે ૨૪ હજાર રૂપિયા, જાણો કોણે કરી જાહેરાત

ખેડૂતો માટે મોટા મોટા નિર્ણયો પંજાબ સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે. વર્ષ 2022 માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને જોતા પંજાબની કોંગ્રેસ સરકારે ખેડૂતોને ખુશ કરવા માટે એક જાહેરાત કરી છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં જેટલા પણ 60 વર્ષથી ઉપરના ખેડૂતો છે તેને રાજ્યની ચન્ની સરકાર દર મહિને 2000 રૂપિયા પેન્શન આપશે એટલે કે વરસના 24000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના ખેડૂતો સૌથી વધારે છે.

પંજાબ સરકારના આ નિર્ણય વિશે કૃષિ અર્થશાસ્ત્રી દેવેન્દ્ર શર્માએ કહ્યું કે સરકારે આ સારુ પગલું ભર્યું છે.

જેવી રીતે પંજાબ સરકારે ખેડૂતોને 2000 રૂપિયાનું માસિક પેન્શન આપવાનું નક્કી કર્યું છે તેવી જ રીતે અન્ય રાજ્યોની સરકારોએ પણ આ પ્રકારનો નિર્ણય લઈને પોતાના રાજ્યના ખેડૂતોને દર મહિને પેન્શન આપવું જોઈએ.

પંજાબ સરકાર આ યોજના ઉપર કામ કરવા જઈ રહી છે જેમાં લાભાર્થી ખેડૂતોએ કોઈ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું નથી.

યુરોપમાં 55 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને પૈસા આપવામાં આવે છે એટલા માટે ભારતમાં પણ આવી પહેલ થવી જોઈએ એટલા માટે પંજાબ સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે. પંજાબમાં તેના અમલ થયા પછી અન્ય રાજ્યો પર પણ આવું કરવાનું દબાણ વધશે.

આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું કે તેઓ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર જોવા માંગે છે.

તેમણે જણાવ્યું કે જો અન્ય વર્ગને પેન્શન જેવી સુવિધા મળતી હોય તો ખેડૂતોને કેમ ન આપી શકાય?

પંજાબ સરકાર ખેડૂતોને પેન્શન આપવા માટે એક સમિતિની રચના કરવા જઈ રહી છે જેમાં કૃષિ વિભાગના અધિકારીઓ, નાણા વિભાગના અધિકારીઓ, પંજાબ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ખેડૂત સંગઠનોના નેતાઓનો સમાવેશ થશે.

તો મિત્રો તમારું શું મંતવ્ય છે એ ગુજરાતમાં પણ આ પ્રકારનું ખેડૂતોને પેન્શન મળવું જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.