ભેંસ વિરુદ્ધ ખેડૂતે કરી પોલીસ ફરિયાદ : સાહેબ, પહેલા પાંચ લીટર દૂધ આપતી હવે દોહવા નથી દેતી, જુઓ પોલીસે શું કર્યું

મિત્રો એક અજીબો ગરીબ ઘટના આપણી સામે આવી છે જેમાં એક ખેડૂતે પોતાની ભેંસ વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી.

આ ઘટના મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના એક નયાગાવ ગામની છે. આ ગામમાં રહેતા બાબુરામ જાટવ નામના ખેડૂતે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન પર જઈને ફરિયાદ નોંધાવી.

બાબુલાલ સૌ પ્રથમ પોતાની ભેંસને લઇને પોલીસ સ્ટેશને પહોંચ્યા પરંતુ ત્યાં રહેલા સિપાઈઓએ તેમને પૂછ્યું કે તેઓ કેમ આવ્યા છે? ત્યારે બાબુલાલે કહ્યું કે ભેસ દૂધ નથી આપતી.

જેથી તેઓ મદદ માંગવા માટે આવ્યા છે આ સાંભળતાની સાથે જ સૈનિકોએ બાબુલાલને ત્યાંથી ભગાડી દીધા પરંતુ થોડીવાર પછી બાબુલાલ ફરીથી પોતાની ભેંસને લઇને પોલીસ સ્ટેશને આવ્યા.

આ વખતે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ હરજેન્દ્રસિંહની નજર બાબુલાલ પર પડી ત્યારે તેણે પૂછ્યું કે તમે ભેંસ લઈને પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યા છો?

ત્યારે બાબુલાલે જણાવ્યું કે સાહેબ મારી ભેંસ એક મહિનાથી દૂધ આપતી નથી, પહેલા તે પાંચ લિટર દૂધ આપતી હતી.

ખેડૂત બાબુલાલની આ વાત સાંભળીને અને તેનું ભોળપણ જોઈને ઇન્સ્પેક્ટરને મદદ કરવાનું મન થયું જેથી ઇન્સ્પેક્ટરે તેમના જાણીતા પશુડોક્ટરનો સંપર્ક કર્યો અને બાબુલાલની ભેસની સારવાર કરાવી અને તેને વધુ દૂધ દેતી કરાવી દીધી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.