ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા ખજૂરભાઈએ પૂરથી અસરગ્રસ્ત લોકોની કરી મદદ, ફૂડસ પેકેટની ગાડીઓની લાઇન લગાવી દીધી

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના જાણીતા એવા યુટ્યુબર ખજૂર ભાઈ કે જેને લોકો સોનુ સુદના નામથી ઓળખે છે કારણકે તે ગુજરાતના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે પહોંચી જાય છે.

મિત્રો જ્યારે ગુજરાત ઉપર વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પડી ગયેલા મકાનોને ઉભા કરવા માટે અને નવા મકાનો બનાવવા માટે ખજૂરભાઈ ઉભાપગે રહ્યા હતા અને લોકોનો ખૂબ જ પ્રેમ મેળવ્યો. ત્યારે હાલમાં સૌરાષ્ટ્રમાં ખૂબ જ વરસાદ પડવાને કારણે લોકોને ખાવા પીવાના ઠેકાણા ન હતા ત્યારે ખજૂરભાઈએ લોકોની મદદ કરીને ખાવા-પીવાનું પૂરું પાડ્યું.

ખજૂર ભાઈ જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે મદદ કરવા માટે પહોંચી જાય છે જેથી તે લોકોમાં ખૂબ જ લોકલાડીલા બની ગયા છે.

મિત્રો ગુજરાતમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, રાજકોટ અને જુનાગઢ જેવા વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડવાને કારણે લોકોને રહેવાની, ખાવાની અને પીવાની સમસ્યા સર્જાઇ હતી જાણે કે ગુજરાતમાં ખરેખર કુદરતનો પ્રકોપ ઊતર્યો હોય તેમ બધો સામાન પાણીમાં તણાઈ ચૂક્યો હતો જેમાં ખાસ કરીને લોકોના પૈસા, ઘરવખરીનો સામાન, વાસણ, પશુધન બધું જ પાણીમા તણાઈ ગયુ હતું.

મિત્રો આવી પરિસ્થિતિમાં લોકો શું કરે એ બિચારીને જ કંપારી છૂટી જાય છે ત્યારે આવી પરિસ્થિતિમાં લોકલાડીલા ખજૂરભાઈથી રહેવાયું નહીં અને મદદ કરવા માટે ચાલી નીકળ્યા.

ખજૂર ભાઈ ટેમ્પો અને બીજા જે પણ વાહનો મળ્યા તે વાહનોમાં ખાવા-પીવાની વસ્તુઓ લઈને નીકળી પડ્યા અને પોતાનાથી શક્ય હોય તેટલી મદદ પૂર અસરગ્રસ્ત લોકોની કરી.

મિત્રો ખરેખર ખજૂર ભાઈ એક એવા વ્યક્તિ છે જેને આપણે મહાન વ્યક્તિ પણ ગણી શકીએ કે જ્યારે ગુજરાતમાં લોકોને મદદની જરૂર હોય ત્યારે તે સૌપ્રથમ મદદ કરવા માટે પહોંચી જાય છે.

મિત્રો ગુજરાતમાં ઘણા બધા એવા સક્ષમ લોકો છે કે જે આ બધું કરી શકે છે પરંતુ લોકોની સેવા કરવા માટે આગળ આવતા નથી ત્યારે આવા કોઇક જ વિરલા હોય છે જે લોકોની મદદ કરે છે. ખજુરભાઈની ઉદાર નીતિ અને સેવાવૃતિને કારણે ગુજરાતમાં ખૂબ જ નામના અને ખ્યાતિ મેળવી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (Athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.