ઘરમાં આ દિશામાં રાખો પાણીનું માટલું : માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી તિજોરી પૈસાથી છલકાવી દેશે !

મિત્રો હાલમાં મોટાભાગના ઘરોમાં માટીનો ઘડો રાખવામાં આવે છે. માટીના ઘડાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ હોય છે. આ ઉપરાંત માટીનો ઘડો વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વ ધરાવે છે.

શકુન શાસ્ત્રમાં પણ માટીથી ભરેલ પાણીનો ઘડો દેખાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જેને ગૂડ લક સાઈન કહેવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્રમાં માટીના ઘડાને ધન-સંપતિ સાથે જોડવામાં આવ્યો છે. જો માટીના ઘડાને ઘરમાં યોગ્ય દિશામાં લગાવવા આવે અથવા રાખવામાં આવે તો ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને બરકત થાય છે, ઘરના લોકોની પ્રગતિ થાય છે અને આવકમાં વધારો થાય છે.

જ્યારે પણ તમે ઘરમાં માતીનો નવો ઘડો લાવો ત્યારે તેને યોગ્ય રીતે ધોઇને તેમાં પીવાનું પાણી ભરવું ત્યારબાદ આપણે સૌથી પહેલા કોઈ બાળકને પીવડાવવું, આવું કરવાથી ઘરમાં બરકત હંમેશા બની રહે છે.

જો પહેલું પાણી કોઈ કન્યાને પીવડાવવામાં આવે તો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

માટીનો ઘડો ઉત્તર દિશામાં રાખવો જોઈએ કારણ કે તે વરુણદેવ એટલે કે જળના દેવતાની દિશા છે, જો એવું શક્ય ન હોય તો ઉત્તર-પૂર્વ દિશામાં રાખો આવું કરવાથી ઘરના સદસ્યોની આવક વધે છે અને તેમની પ્રગતિ થાય છે.

મિત્રો એક વાત હંમેશા યાદ રાખો કે માટીના ઘડાને ક્યારેય પણ ખાલી રહેવા દેવો નહીં, ખાસ કરીને રાતના સમયે તો બિલકુલ પણ ખાલી રાખવો જોઈએ નહીં આવું કરવાથી ધનહાનિ થાય છે.

ઘડો ભરાયેલો રહે તો તમારા ઘરમાં પણ ધન-ધાન્ય પણ હંમેશા ભરાયેલા રહે છે.

તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય અને તે ખતમ ન થઈ રહી હોય અથવા તમે કારકિર્દી તથા વ્યાપારમાં કોઈ સમસ્યા થઈ રહી હોય તો સાંજના સમયે દરરોજ માટીના ઘડાની સામે દીવો પ્રગટાવવો.

આ ઉપરાંત સાંજના સમયે કપૂર પણ પ્રગટાવવો જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને માતા લક્ષ્મી ખુશ થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.