ઓમ નમઃ શિવાય બોલીને તમારી રાશિ પ્રમાણે પહેરી લો રુદ્રાક્ષ એટલા બધા પૈસા આવશે કે ગણવા માટે માણસો રાખવા પડશે

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને મહાદેવનો મહિનો છે. રુદ્રાક્ષને ભગવાન શિવ સાથે જોડાયેલ માનવામાં આવે છે જેને કારણે હિન્દુધર્મમાં રુદ્રાક્ષને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

રુદ્રાક્ષ લઈને ઘણી બધી માન્યતાઓ છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના તમામ દુઃખો દૂર થઈ જાય છે. આ ઉપરાંત રુદ્રાક્ષની પવિત્રતા પણ ખૂબ જ માનવામાં આવે છે.

રુદ્રાક્ષનું આધ્યાત્મિક અને જ્યોતિષીય ખૂબ જ મહત્વ છે. રુદ્રાક્ષને સ્વયં ભોળાનાથનું સ્વરૂપ પણ માનવામાં આવે છે.

મિત્રો રુદ્રાક્ષની ઉત્પત્તિની વાત કરીએ તો કહેવામાં આવે છે કે ભગવાન શિવના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. રુદ્રાક્ષ ઉપર પડેલી લાઈનો તેને ઘણા કિસ્સામાં વિભાજિત કરે છે.

આપણે જાણીએ છીએ કે રુદ્રાક્ષ ઉપર જેટલી લાઈનો હોય છે તેના પ્રમાણે તેના નામ પાડવામાં આવે છે. આ લાઈન 1 થી લઈને 21 સુધીની હોય છે જેને એકથી લઈને એકવીસ મુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે.

રુદ્રાક્ષનો ઉલ્લેખ શાસ્ત્રોમાં અને પૌરાણિક કથાઓમાં પણ કરવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી શારીરિક અને માનસિક લાભ પણ થાય છે.

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેની પ્રાણપ્રતિષ્ઠા અવશ્ય કરવી જોઈએ અને ત્યારબાદ જ યોગ્ય સલાહ લઈને તેને ધારણ કરવો જોઈએ જેથી તેનો પૂરેપૂરો આપણને લાભ મળી શકે.

જો રાશિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે.

મેષ રાશિ :

મેષ રાશિના જાતકો જો એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મેષ રાશિના જાતકો ઉપર હંમેશા મહાદેવની કૃપાદ્રષ્ટિ જળવાઈ રહે છે અને તેમના જીવનમાં રહેલા બધા પ્રકારનાં કષ્ટ અને પરેશાનીઓમાંથી રાહત મળે છે.

વૃષભ રાશી :

વૃષભ રાશિના લોકો જો તેની લવ લાઇફમાં ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેમણે ચાર મુખી, છ મુખી અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

મિથુન રાશિ :

મિથુન રાશિના જાતકોએ રુદ્રાક્ષની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ ચાર, પાંચ અથવા 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ જેથી તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

કર્ક રાશિ :

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કર્ક રાશિના લોકોએ 3, 5 અથવા ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ જેથી તેમણે ખૂબ જ શુભ ફળ પણ પ્રાપ્ત થઈ શકે.

સિંહ રાશી :

સિંહ રાશિના જાતકોએ એક, ત્રણ અથવા પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ જેથી લોકો ઉપર મહાદેવની કૃપા હંમેશને માટે બની રહે

કન્યા રાશિ :

કન્યા રાશિના જાતકોએ મહાદેવની કૃપા મેળવવા માટે અને જીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માટે ચાર, પાંચ અથવા 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

તુલા રાશિ :

તુલા રાશિના જાતકોએ શુભ ફળની પ્રાપ્તિ માટે ચાર, છ અથવા 14 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ.

વૃષીક રાશિ :

વૃષીક રાશિના જાતકોએ 3, 5 અથવા ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે.

ધન રાશિ :

ધન રાશિના જાતકોએ એકમુખી, ત્રણ અથવા પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ આવું કરવાથી ધન રાશિના જાતકો ઉપર ભગવાન શિવની કૃપા દૃષ્ટિ હંમેશને માટે બની રહે છે.

મકર રાશિ :

મકર રાશિના જાતકોએ મહાદેવની કૃપા મેળવવા માટે ચાર મુખી, છ મુખી અથવા 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

કુંભ રાશિ :

કુંભ રાશિના જાતકોએ જીવનમાં સકારાત્મકતા અને ધનસંપત્તિ પ્રાપ્ત માટે ચાર, છ અથવા 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

મીન રાશિ :

મીન રાશિના જાતકોએ જીવનમાં સુખ-શાંતિ મેળવવા 3, 5 અથવા ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.