ઘરમાં રાખો વંદા : મળશે દોઢ લાખ રૂપિયાનું વળતર, જાણો કોણે આપી આવી ઓફર

મિત્રો જો કોઈ તમને દોઢ લાખ રૂપિયા આપે તો શું તમે વંદા સાથે રહેવાનું પસંદ કરશો?? આ ખૂબ જ અજીબ છે પરંતુ યુએસએની એક પેસ્ટ મેનેજમેન્ટ કંપની આ પ્રકારનો પ્રસ્તાવ લઈને આવી છે.

આ કંપની વંદાને મારવાની દવા પર સંશોધન કરવામાં આવે છે જેના માટે કંપનીએ તેની વેબસાઈટ પર એક પોસ્ટ કરી છે કે જે લોકો ઘરમાં વંદા રાખવા માટે સહમત છે તેમને પૈસા આપવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે આ દવા દ્વારા જાણવા માગે છે કે આ કેટલી અસરકારક છે, કંપનીએ કહ્યું કે ઘરમાં 100 વંદા છોડતાં માલિકને બે હજાર ડોલર એટલે કે લગભગ દોઢ લાખ રૂપિયા આપવામાં આવશે.

કંપનીએ કહ્યું કે આ 5 લોકોની તપાસ કરી રહી છે જે પોતાના ઘરમાં 100 વંદા છોડવા માટે તૈયાર હોય.

કંપનીએ જણાવ્યું છે કે આ પ્રકારનો ટેસ્ટ લગભગ એક મહિના સુધી ચાલશે અને કંપની પારંપારિક રીતનો ઉપયોગ કરીને વંદાને હટાવવા માટે પેસ્ટ કન્ટ્રોલ પ્રોફેશનલને મોકલશે.

કંપની દ્વારા તેના માટે અમુક પ્રકારની શરતો પણ રાખવામાં આવી છે જેમાં ઘરના માલિકને ટેસ્ટ માટે લખીને આવવું પડશે.

આ ઉપરાંત ઘરના માલિકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને ઘર અમેરિકામાં હોવું જોઈએ.

આ ઉપરાંત શરતોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ત્રીસ દિવસના સમયગાળા દરમિયાન ઘરના માલિકોને કોઈ અન્ય પેસ્ટ કન્ટ્રોલનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.

જોકે આ નવી ટેકનીક 30 દિવસના સમયગાળા દરમિયાન વંદાનો સફાયો કરી ના શકે તો કંપની અન્ય વિકલ્પો દ્વારા વંદાનો સફાયો કરશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.