સાળંગપુર હનુમાનજી મંદિરનો રસપ્રદ ઇતિહાસ, બધાં લોકોના દુઃખો અહીં દૂર થઈ જાય છે

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હનુમાન દાદાનું પ્રખ્યાત મંદિર સાળંગપુર ખાતે આવેલું છે જ્યાં બધા લોકોના દુઃખો દૂર થાય છે.

બોટાદ જિલ્લામાં આ સાળંગપુર ગામ આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905 માં સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ પણ આવેલો છે જે આરસના પથ્થરથી જડાયેલો છે.

હનુમાનજીની મૂર્તિ જ્યાં સ્થાપિત કરવામાં આવી છે ત્યાં રૂમના બારણા ચાંદીના છે. સાળંગપુર હનુમાનજીના મંદિરનું ભારતભરમાં ખૂબ જ મહત્વ રહેલું છે.

અહીંયા લોકો પોતાના દુઃખ લઇને રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે એટલા માટે જ અહીંયા ભગવાન હનુમાનજીને કષ્ટભંજન દેવ કહેવાય છે.

મિત્રો આજના આર્ટિકલમાં આપણે કળિયુગના સાક્ષાત દેવ હનુમાનજી ના આ ખૂબ જ પ્રસિદ્ધ ધામ વિશે જાણીશું.

આ અદભૂત અને ચમત્કારિક મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે.

એકવાર ગોપાલાનંદ સ્વામી બોટાદ આવ્યા ત્યારે તેના દર્શન કરવા માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ આવ્યા હતા.

સ્વામીએ વાઘા ખાચરને પૂછ્યું કે બધું બરાબર તો છે ને? ત્યારે વાઘા ખાચરે જવાબ આપતા કહ્યું કે ચાર ચાર વર્ષથી દુષ્કાળ પડવાના કારણે હાલ આર્થિક પરિસ્થિતિ સારી નથી રહી.

આ દુષ્કાળ વિશે સાંભળીને સ્વામીજીનું હૃદય પીગળી જાય છે અને વાઘા ખાચર ને કહ્યું કે તમારી બધી જ સમસ્યાઓનું નિવારણ આવી જશે.

હું તમામ પ્રકારનાં કષ્ટોનું હરણ કરનારા હનુમાનજીની પ્રતિમા સાળંગપુરમાં સ્થાપિત કરી દઉં છું જેનાથી તમારા બધા જ કષ્ટો કાયમને માટે દૂર થઈ જશે અને તેના દર્શન કરનારા દરેક ભક્તના પણ આવી જ રીતે કષ્ટ દૂર થઈ જશે.

ત્યાર બાદ સ્વામીજીએ પોતાના હાથે જ સુંદર ચિત્ર તૈયાર કર્યું અને શિલ્પકાર ને કહ્યું કે આ ચિત્ર પ્રમાણે એક ખુબ જ સુંદર પ્રતિમા બનાવો.

ત્યારબાદ વિક્રમ સવંત 1905 માં આસો વદ પાંચમના રોજ એક ખુબ જ સુંદર મંદિર બનાવીને તેમાં વિધિવત હનુમાનજીની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી.

ત્યારે સ્વામીજીએ કહ્યું કે અહીંયા જે લોકો પોતાના દુઃખ લઈને આવશે તેનું દુઃખ તમે દૂર કરજો અને જગતના બધા જ ભક્તોને તમે સુખી રાખજો.

આ ઉપરાંત હનુમાનજીએ સ્ત્રીરૂપમાં શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ સાળંગપુર મંદિરમાં બિરાજમાન થયેલ છે.

હાલમાં જે લોકો દુઃખી હોય, ભૂત પ્રેત વળગાડ વગેરે જેવી ખરાબ શક્તિઓથી પ્રભાવિત થયેલા હોય તો તેવા બધા લોકોના દુખ શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા દૂર કરે છે.

તમે પણ હનુમાનજીને માનતા હો તો કોમેન્ટમાં “કષ્ટભંજન દેવ સત્ય છે” અવશ્ય લખજો અને આ માહિતીને બીજા લોકો સુધી શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.