40 વર્ષના અનુભવી શ્રી કારાભાઈ ભુરાભાઈ આહીરની વરસાદની જોરદાર આગાહી : જુઓ સંપૂર્ણ માહિતી

મિત્રો આપણે જાણીએ છીએ કે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે 40 વર્ષના અનુભવી એવા કારાભાઈ ભુરાભાઈ આહીર દ્વારા વર્ષ 2022 ના ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કારાભાઈએ તારીખ 29/6/2012 માં વરસાદની આગાહી કરી હતી અને તે સમયે સરકારે દુકાળ જાહેર કર્યો હતો.

તેમ છતાં કારાભાઈ આગાહી કરી હતી કે ઢોર કોઈ છોડતા નહિ, આખા ગુજરાતમાં કોઈની આગાહી ન હતી ત્યારે વરસાદ સતત 19 દિવસ વરસ્યો હતો અને અબજો પશુ પ્રાણીઓ બચી ગયા હતા અને નીરણના ઢગલા થઈ ગયા હતા.

જૂન મહિનાની આગાહી :

તેમની આગાહી પ્રમાણે જેઠ મહિનાના પહેલા પખવાડિયાથી તારીખ 15 સુધી મુશળધાર, જોરદાર વરસાદ થશે.

તારીખ 16/6/2022 ના જેઠ મહિનાના છેલ્લા પખવાડિયાથી તારીખ 17, 18, 19, 20 સુધી મુશળધાર જોરદાર વરસાદ થશે.

જુલાઈ મહિનાની આગાહી :

તારીખ 7/7/2022 અષાઢ મહિનાના પહેલા પખવાડિયાથી તારીખ 8, 9, 10, 11, 12 સુધી મુશળધાર, જોરદાર, હોનારત થાય તેવો વરસાદ થશે.

તારીખ 27/7/2022 અષાઢ મહીનાના છેલ્લા પખવાડિયાથી તારીખ 28, 29, 30 સુધી મુશળધાર, જોરદાર, હોનારત થાય તેવો વરસાદ થશે.

વીજળી રોહિણી નક્ષત્રમાં ઝબકિ એટલે ગોયત્રું કાઢ્યુ એટલે આ વખતે વરસાદ મોડો થયો.

રોહિણી નક્ષત્ર ના દિવસ પૂરા થશે ત્યારે વરસાદ વરસશે. આ વખતે દુષ્કાળ નહીં પડે પશુ પ્રાણીઓને સાચવજો, વરસાદ થશે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદ/ઠંડી/વાવાઝોડાની આગાહી એ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.