ખેડૂતો આનંદો : કપાસના ભાવ રેકોર્ડ બ્રેક 9000 રૂપિયાની સપાટીએ

મિત્રો મહારાષ્ટ્રમાં આ વર્ષે કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે.

દર વર્ષે સોયાબીનનું ઉત્પાદન કરતા ખેડૂતો આ વર્ષે કપાસ તરફ વળ્યા છે પરંતુ આ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે જેને કારણે તેના ભાવમાં મોટો ઉછાળો આવી રહ્યો છે.

કપાસમાં વધતી જતી તેજી હાલ ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં કપાસના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે અને સામે તેની માગમાં પણ વધારો થઇ રહ્યો છે.

આ વર્ષે ભારે વરસાદને કારણે થયેલા નુકસાનને લીધે કપાસની માંગમાં વધારો થયો છે જેથી તેનો ભાવ પણ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યો છે.

કપાસની માંગ વધવાને કારણે તેના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. જો માંગ આ પ્રકારની જ રહેશે તો ખેડૂતોને તેનો મનપસંદ ભાવ મળી શકશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ કપાસની સારી માત્રા હોવાને કારણે તેનો ભાવ રૂપિયા 9000 થી પણ વધુ થઈ ગયો છે.

સારી માંગ હોવાને કારણે હાલમાં વેપારીઓ સીધા જ ખેડૂતોના ખેતરે કપાસ લેવા માટે જઈ રહ્યા છે પરંતુ ઉત્પાદન ઓછું અને માંગ વધુ હોવાને કારણે ખેડૂતો કપાસ વેચી રહ્યા નથી અને વેપારીઓને ખાલી હાથે પાછા ફરવું પડે છે.

છેલ્લા આઠ દિવસથી કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા બે મહિનામાં કપાસ રૂપિયા 5,200 પ્રતિ ક્વિન્ટલ હતો જે આજે વધીને 9000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે.

હવે વેપારીઓ પણ કહી રહ્યા છે કે ગામડાના ચક્કર લગાવ્યા પછી પણ કપાસ મળતો નથી જેથી ભવિષ્યમાં જો હજી પણ ભાવ વધશે તો તેનો સીધો જ ફાયદો ખેડૂતોને થશે.

તો ખેડૂત મિત્રો તમારી પાસે કપાસ છે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો અને તમે કયા ભાવમાં વહેંચવામાં આપો છો તે પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.