સરકાર આપી રહી છે દીકરીઓના ખાતામાં 15 હજાર રૂપિયા, આજે જ લાભ લો

મિત્રો આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

સરકાર દ્વારા ખેડૂતો માટે, મહિલાઓ માટે, દીકરીઓ માટે, વૃદ્ધો માટે વગેરે માટે કોઈકને કોઈક યોજના ચલાવવામાં આવી રહી છે જેના દ્વારા તેને આર્થિક સુવિધાનો લાભ મળી શકે.

મિત્રો આજે આપણે એવી યોજના વિશે વાત કરીશું જેમાં સરકાર દીકરીઓના ખાતામાં 15 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે.

કન્યા સુમંગલા યોજના અંતર્ગત સરકાર દીકરીઓના ખાતામાં 15 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે.

આ યોજના ખાસ કરીને યુપી સરકાર એટલે કે ઉત્તર પ્રદેશની છોકરીઓને આપવામાં આવે છે.

આ યોજનામાં તમામ દીકરીઓને સરકાર તરફથી 15000 રૂપિયા આપવામાં આવે છે.

મિત્રો ગુજરાતની દીકરીઓ માટે પણ સરકાર દ્વારા વિશેષ યોજના ચલાવવામાં આવી રહી છે તેની પણ આપણે હમણાં ચર્ચા કરીશું.

કન્યા સુમંગલા યોજનામાં મળતી રકમ:

આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર કન્યાઓના ખાતામાં છ હપ્તામાં 15000 રૂપિયા ટ્રાન્સફર કરે છે.

પહેલો હપ્તો : 2000 રૂપિયા છોકરીના જન્મ ઉપર

બીજો હપ્તો : 1000 રૂપિયા એક વર્ષ સુધીના સંપુર્ણ રસીકરણ ઉપર

ત્રીજો હપ્તો : 2000 રૂપિયા વર્ગ-1 માં પ્રવેશ ઉપર

ચોથો હપ્તો : 2000 રૂપિયા ધોરણ 6 માં પ્રવેશ ઉપર

પાંચમો હપ્તો : 3000 રૂપિયા ધોરણ 9 માં પ્રવેશ ઉપર

છઠ્ઠો હપ્તો : 5000 રૂપિયા ધોરણ 10 મુ અથવા બારમું પાસ કર્યા પછી અથવા બે વર્ષથી વધુ સમય ગાળાના ડિપ્લોમા કોર્સ ઉપર

ગુજરાતી દીકરીઓ માટે પણ સરકાર દ્વારા વાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે.

આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

જો તમારા ઘરે પણ દીકરી હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ માહિતી ને તમારા સગા સંબંધીઓ સુધી અવશ્ય શેર કરજો જેથી એ પણ આ યોજનાનો લાભ લઇ શકે.