14 જુલાઈ 2022 / માત્ર થોડા દિવસ જ બાકી !! પૃથ્વી તરફ આવી રહી છે મોટી આફત, દુનિયાનું ટેન્શન વધ્યું!!

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે બધા આ પૃથ્વી ઉપર રહીએ છીએ અને આપણી આ પૃથ્વી સૌર મંડળમાં આવેલી છે અને આવા અનેક સૂર્યમંડળ અવકાશમાં સ્થિત છે.

આપણા સૌરમંડળમાં અજીબો-ગરીબ ઘટનાઓ થતી રહેતી અને ઘણી વખત તેની અસર આપણી પૃથ્વી ઉપર પણ થતી હોય છે.

મિત્રો પૃથ્વી સાથે કંઇક એવું જ થવા જઈ રહ્યું છે. આજથી થોડા દિવસ પછી ધરતી તરફ એક મોટો ધૂમકેતુ આવી રહ્યો છે.

ધૂમકેતુ પહેલી વખત વર્ષ 2017માં આપણા સૌરમંડળની બહાર જોવા મળ્યો હતો અને છ વર્ષની લાંબી યાત્રા બાદ હવે આ ધૂમકેતુ 14 જુલાઈ 2022 ના દિવસે ધરતીની નજીક પહોંચવા જઈ રહ્યો છે.

હવે આપણે જાણીશું કે આ ધૂમકેતુથી આપણી પૃથ્વીને કેટલો ખતરો છે!!

મિત્રો આ ધૂમકેતુ સૌર મંડળમાં તો આવતો હતો પરંતુ હવે આ જ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવી રહ્યો છે. આ ધૂમકેતુને કોમેટ/સી 2017 K2 પેનસ્ટારના નામથી ઓળખવામાં આવે છે, સામાન્ય ભાષામાં તેને K2 ધૂમકેતુ કહેવામાં આવે છે.

આ ધૂમકેતુને વર્ષ 2017માં હબલ ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવ્યો હતો. 14 જુલાઈના દિવસે આ ધૂમકેતુ ધરતીથી 27 કરોડ કિલોમીટર દૂરથી પસાર થશે એટલે કે હાલમાં તો ધરતીને કોઈ ખતરો નથી પરંતુ અંતરિક્ષ વૈજ્ઞાનિકો માટે ઘટના ખૂબ જ અચંબિત કરનારી હશે.

મિત્રો સામાન્ય રીતે ધૂમકેતુ પથ્થર, ગેસ અને ધૂળનો ગોળો હોય છે જ્યારે તે સૂરજની નજીક પહોંચે છે ત્યારે તેની ગરમીથી એ પીગળવા લાગે છે અને એટલા માટે જ એમની પાછળ સફેદ રંગની પૂંછડી દેખાય છે.

K2 ધૂમકેતુ વર્ષ 2017માં શની અને યુરેનસની કક્ષાની આસપાસ ભ્રમણ કરતો દેખાયો હતો ત્યારે આ ધૂમકેતુ સૂર્યથી 240 કરોડ કિલોમીટર દૂર હતો.

આ ધૂમકેતુના ન્યુક્લીયસની પહોળાઈ 30 થી 160 કિ.મી.ની વચ્ચે હોઈ શકે છે. આ ધૂમકેતુ 19 ડિસેમ્બર સુધી સામાન્ય ટેલિસ્કોપ દ્વારા પણ જોઇ શકાશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.