આકાશમાં થયો અકસ્માત : રોપ વે તૂટતા 48 લોકો ફસાયાં, 20 કલાકથી લટકી રહ્યા છે હવામાં…

મિત્રો ઝારખંડમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે.  ઝારખંડનો સૌથી ઊંચો રોપવે તુટ્યો છે. આ રોપવે ઉપર ટ્રોલી એકબીજા સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 48 લોકો હવામા ફસાયા છે.

આ ઘટના રવિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બની હતી જેમાં લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં એનડીઆરએફની અને ભારતીય સેનાના જવાનોની પણ મદદ લેવામાં આવી રહી છે.

અકસ્માત થયેના 20 કલાક બાદ પણ તમામ લોકોને બચાવવામાં હજુ સુધી સફળતા નથી મળી.

મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં 48 માંથી 32 લોકોનો બચાવ કરી લેવામાં આવ્યો છે જ્યારે 15 લોકો હજુ હવામાં લટકી રહ્યા છે અને ત્રણ લોકોના મોત થયા છે.

ઝારખંડના સૌથી ઊંચા ત્રિકૂટ રોપ-વેની ટ્રોલીઓ એકબીજા સાથે અથડાઈ હતી જેને કારણે લોકો ત્યાં જ અટવાઈ ગયા હતા.

આ દરમિયાન એક ટ્રોલી નીચે આવી રહી હતી જે ઉપર જતી ટ્રોલી સાથે અથડાઈ હતી અને આ અકસ્માતમાં બસમાં સવાર લોકોને ઈજા પણ થઈ હતી. મિત્રો જ્યારે આ ઘટના બની ત્યારે 24 જેટલી ટ્રોલીઓ હવામાં ઉડી હતી.

રવિવારે રામનવમી હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પૂજા-અર્ચના કરવા અને ફરવા માટે આવ્યા હતા.

મિત્રો ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીનું હેલિકોપ્ટર આવતા જ તેના પંખાના પવનને કારણે 18 જેટલી ટ્રોલીઓ ધ્રુજવા લાગી હતી જેમાં સવાર લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા.

આ બનાવની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ અને સેનાએ સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ હજી સુધી માં લોકોને સુરક્ષિત પરત લાવી શકાયા નથી.

ફસાયેલા લોકોને ડ્રોન દ્વારા ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. ટ્રોલીમાં નાના બાળકો, પુરુષો, મહિલાઓ અને ગાઈડ અને ફોટોગ્રાફસ પણ ફસાઈ ગયા છે.

ઝારખંડના પર્યટનમંત્રીએ કહ્યું કે રોપ વે નું સંચાલન કરનાર વ્યક્તિને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.

દોરડું કેવી રીતે તૂટ્યું? મેન્ટેનસ કેવી રીતે થઈ રહ્યું છે, આ દરેક મુદ્દાની તપાસ કરવામાં આવશે અને આગામી સમયમાં પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને વૈકલ્પિક રસ્તાઓ પણ બનાવવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.