આ વિસ્તારમાં ત્રાટકશે જવાદ વાવાઝોડું, 11 જિલ્લામાં એલર્ટ જાહેર, થઈ જાવ સાવધાન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં જવાદ વાવાઝોડાને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

4 ડિસેમ્બરના રોજ આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારા સાથે ટકરાઈ શકે તેમ છે.

હવામાન વિભાગે 3 ડિસેમ્બરે ઓરિસ્સાના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત માછીમારોને દરિયામાં ન જવા અપીલ કરી છે. આ ઉપરાંત આ બંને રાજયોમાં તોફાનના કારણે અનેક ટ્રેનો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓડિશામાં વરસાદની તીવ્રતા શનિવારથી વધી જશે કારણ કે દરિયા કિનારાના આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે કુલ 11 જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે જેમાં ગજપતિ, ગંજમ, પુરી, જગતસિંહ પુર આ 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

જયારે કેન્દ્રપાડા, કટક, ખુર્દા, નગાગઢ, કંધમાલ, રાયગડા અને કોરાપુટ એમ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 3 તારીખે આ તોફાન બંગાળની ખાડીના મધ્ય ભાગમાં પહોંચી જશે.

બાદમાં 4 ડિસેમ્બરના રોજ સવારે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાય તેવી સંભાવના છે.

ગુજરાત રાજ્યમાં આજે પણ માવઠાંનું સંકટ યથાવત રહેશે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ખેડૂતોના ઘઉં, ચણા, તુવેર, કપાસ, શેરડી સહિતના પાકને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે.

આ ઉપરાંત ગુજરાતના ઘણા માર્કેટ યાર્ડમાં રખાયેલા ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.