જવાદ વાવાઝોડાનો ખતરો : મોદીએ બોલાવી ઈમરજન્સી મીટિંગ, રેડ એલર્ટ જાહેર

ભારતના પૂર્વ વિસ્તારમાં એક જવાદ નામનું વાવાઝોડું સ્વરૂપ લઈ રહ્યું છે જેને કારણે પ્રધાનમંત્રી મોદી એક્શન મોડમાં આવી ગયા છે અને દિલ્હીમાં હાઈ લેવલની ઈમરજન્સી મીટીંગ બોલાવવામાં આવી હતી.

આગામી કેટલાક કલાકોમાં વાવાઝોડું ઓડિશાના દરિયા કિનારે ત્રાટકી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.

આ વાવાઝોડું ચક્રવાતનું રૂપ ધારણ કરશે કે નહીં અને કેટલી ઝડપે આવશે તેને લઈને હજી સુધી તાગ મેળવી શકાયો નથી.

ભારતના કેટલાક રાજ્યોમાં ડિસેમ્બરની શરૂઆતથી જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને મુંબઇ સહિતના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે હજુ આગામી 48 કલાક દરમિયાન આ પ્રેશરના કારણે વાવાઝોડું ઓડિશાના દરિયાકિનારે ત્રાટકી શકે તેમ છે જેને લઇને તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગ પ્રમાણે જુદા જુદા જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે કુલ 11 જિલ્લામાં એલર્ટ જાહેર કરી દીધું છે જેમાં ગજપતિ, ગંજમ, પુરી, જગતસિંહ પુર આ 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

જયારે કેન્દ્રપાડા, કટક, ખુર્દા, નગાગઢ, કંધમાલ, રાયગડા અને કોરાપુટ એમ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની માહિતી અનુસાર ચોથી ડિસેમ્બરે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

જેને લઇને 13 જિલ્લાના કલેક્ટરોને દિવસ-રાત વાવાઝોડાના કામમાં લગાવવામાં આવ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.