આગામી 24 કલાકમાં ટકરાશે જવાદ વાવાઝોડું : હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

મિત્રો ભરશિયાળે સમગ્ર ભારતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા સર્ક્યુલેશનને કારણે પૂર્વ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

આ ઉપરાંત ગુજરાતમાં પણ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ લો પ્રેશરના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ સર્જાયો હતો.

ગુજરાતમા તોકતે વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી જે બાદ ફરી એક વખત નવા વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ આ વાવાઝોડું નામ જવાદ આપવામાં આવ્યું છે.

આ જ વાવાઝોડાને કારણે ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે અને હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 24 કલાકમાં આ ચક્રવાતી તોફાન જવાદ વધુ મજબૂત થશે.

આ તોફાની ચક્રવાત ચોથી ડિસેમ્બરે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે જેથી તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં ઉત્પન્ન થયેલા દબાણના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડીશા પર ચક્રવાતી તોફાન જવાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોમાં તોફાની પવન ફૂંકાવાની સાથે સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ વાવાઝોડુ શનિવાર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારે પહોંચી શકે છે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે તેમજ જુદા જુદા જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ચક્રવાતને કારણે 80-90 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.