130 વર્ષ બાદ ડિસેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું : હવે જવાદ વાવાઝોડાનો ખતરો, ગુજરાત ઉપર આ તારીખ ભારે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે થાઈલેન્ડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે જે બુધવાર સુધીમાં આ વિસ્તારમાં મંડરાયેલુ રહેશે.

આ ઉપરાંત ચાર ડિસેમ્બરની સવારે આ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે પહોંચશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત માટે 2 ડિસેમ્બર ખૂબ જ ભારે છે અને ઓડિશાના જવાદ વાવાઝોડાના પગલે ગુજરાતમાં 2 ડિસેમ્બર વરસાદ પડી શકે છે.

બીજી ડિસેમ્બરે ગુજરાત અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે.

આજથી 130 વર્ષ પહેલા એટલે કે 1891માં દેશમાં ડિસેમ્બર મહિનામાં વાવાઝોડું આવ્યું હતું જે બાદ બીજીવાર દેશમાં ડિસેમ્બરમાં જવાબ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

આ ઉપરાંત ઓડિશામાં 1999માં સુપર સાયક્લોન, 2013માં ફાઈલીન, 2014માં હુડહુડ, 2019માં ફાની, 2020 માં અમ્ફાન પછી હવે ઓડીશા ઉપર જવાદ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

1964 માં દક્ષિણ આંદામાન સાગરમાં ડિસેમ્બર મહિનામાં એક ચક્રવાત ઊભું થયું હતું.

આ ચક્રવાતને કારણે 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને દરિયામાં મોટા મોજા ઉછળ્યા હતા.

તો મિત્રો આવી રીતે 130 વર્ષ બાદ પહેલી વાર ડિસેમ્બર મહિનામાં એટલે કે ઠંડીની સિઝનમાં દેશમાં જવાદ વાવાઝોડું ત્રાટકવાનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.